તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 31st May 2024
T20 વર્લ્ડ કપ માટે અમેરિકા રવાના થયો વિરાટ કોહલી:મુંબઈ એરપોર્ટ પર જોવાયો
ફ્લાઇટ પકડતા પહેલા કોહલી ચાહકોને મળ્યો અને ઓટોગ્રાફ આપ્યા

મુંબઈ :ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ગુરુવારે અમેરિકા જવા રવાના થયો છે. ભારતનો અનુભવી બેટ્સમેન સાંજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ફ્લાઇટ પકડતા પહેલા કોહલી ચાહકોને મળ્યો અને ઓટોગ્રાફ આપ્યા
. ભારતીય ટીમના મોટાભાગના સભ્યો રવિવારે અમેરિકા જવા રવાના થયા હતા, થોડા દિવસો પછી હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન ટીમ સાથે જોડાયા હતા.
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શુક્રવારે ટીમ સાથે જોડાશે. જો કે તે બાંગ્લાદેશ સામેની વોર્મ અપ મેચ રમશે કે નહીં તે અંગે શંકા છે. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના 10 સભ્યો રવિવારે સવારે ન્યૂયોર્ક પહોંચ્યા હતા.
આ ટીમમાં રોહિત ઉપરાંત જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમની સાથે રિઝર્વ ખેલાડીઓ શુભમન ગિલ અને ખલીલ અહેમદ પણ હાજર હતા.
જોકે, વિરાટ કોહલી અંગત કારણોસર ટીમમાં મોડો જોડાયો હતો. હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન પણ હાલમાં જ ટીમ સાથે જોડાયા છે. જોકે, કોહલી બાંગ્લાદેશ સામે શનિવારે રમાનારી એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે કે કેમ તે અંગે શંકા છે. IPL 2024માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં હતો. તે સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે ઓરેન્જ કેપ જીતી હતી. કોહલીએ 15 મેચમાં 714 રન બનાવ્યા છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
