તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
વર્ષ 2024માં સૌથી વધારે સોનાનો ભંડાર ધરાવતા વિશ્વના ટોચના 10 દેશની જાણો યાદી : લિસ્ટમાં ભારત ક્યાં સ્થાને ?
રિઝર્વ બેંકે UK પાસેથી પોતાના 100 ટન સોનાના રિઝર્વ ટ્રાન્સફર શરૂ કર્યો

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ યુનાઈટેડ કિંગડમ એટલે કે UK પાસેથી પોતાના 100 ટન સોનાના રિઝર્વ ટ્રાન્સફર શરૂ કર્યો છે. તે વર્ષ 1991 બાદનો ભારતનો પોતાનો ઓવરસિસ ગોલ્ડ રિઝર્વનો એક હિસ્સાનો પહેલો રીપેટ્રીએશન છે. આ અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પાસે વિદેશમાં આશરે 500 ટન અને ભારતમાં 300 ટન સોનું હતું.
બજારના નિષ્ણાતો હવે સોનાને પરત લાવવા પાછળ શું તર્ક છે તે અંગે અટકળો લગાવી રહ્યા છે, ખાસ કરીને ભૂ-રાજકીય ઘટનાક્રમોને જોતા અમેરિકા દ્વારા રશિયાના વિદેશી ભંડોળને માન્યતા નહીં આપવાની સ્થિતિમાં આ બાબત ઘણી મહત્વની બની રહી છે.
આ સાથે એક વાત એ પણ સામે આવી રહી છે કે ભારત હવે ઘરેલુ સ્તર પર સોનું જમા કરવા ઈચ્છે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પ્રમાણે વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં સૌથી વધારે સોનું ધરાવતા ટોચના 10 દેશોની યાદી રજૂ કરવામાં આવેલી છે.
કોની પાસે કેટલું સોનું છે
- અમેરિકાઃ ગોલ્ડ રિઝર્વ 8,133.46 ટન (579,050.15 મિલિયન ડોલર)
- જર્મનીઃ ગોલ્ડ રિઝર્વ 3,352.65 ટન (238,662.64 મિલિયન ડોલર)
- ઈટાલીઃ ગોલ્ડ રિઝર્વ 2,451.84 ટન (174,555.00 મિલિયન ડોલર)
- ફ્રાંસ: ગોલ્ડ રિઝર્વ -2,436.88 ટન, (173,492.11 મિલિયન ડોલર)
- રશિયાઃ ગોલ્ડ રિઝર્વ- 2,332.74 ટન (166,076.25 મિલિયન ડોલર)
- ચીનઃ ગોલ્ડ રિઝર્વ - 2,262.45 ટન (161,071.82 મિલિયન ડોલર)
- સ્વીત્ઝર્લેન્ડ- ગોલ્ડ રિઝર્વ- 1,040.00 ટન (69,495.46 મિલિયન ડોલર)
- જાપાન: ગોલ્ડ રિઝર્વ- 845.97 (60,227.84 મિલિયન ડોલર)
- ભારતઃ ગોલ્ડ રિઝર્વ- 822.09 ટન (58,527.34 મિલિયન ડોલર)
- નેધરલેન્ડ- ગોલ્ડ રિઝર્વ- 612.45 ટન (43,602.77 મિલિયન ડોલર)
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
