<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

બિલાસપુરમાં કૂલરમાં પાણી ભરતી વખતે કરંટ લાગતા 13 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત

કૂલરમાં પાણી નાંખી રહ્યો હતો.ત્યારે અચાનક લાઈટો આવી જતાં શિવાંશને જોરદાર કરંટ લાગ્યો

છત્તીસગઢના બિલાસપુરમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં કૂલરમાં પાણી ભરતી વખતે કરંટ લાગવાના કારણે 13 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂના બિલાસપુરમાં રહેતા રવિશ પાંડે મીડિયામાં ફરજ બજાવે છે. ગત શનિવારે તેઓ ઑફિસે જતાં તેમની પત્ની અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતો પુત્ર શિવાંશ ઘરે એકલા હતા.

આ દરમિયાન સાંજે 7 વાગ્યાની આસપાસ રવિશની પત્ની ઘરમાં આરતી કરી રહી હતી. આ સમયે અચાનક લાઈટો જતી રહી હતી. જેથી શિવાંસ કૂલરમાં પાણી નાંખી રહ્યો હતો. જો કે આ સમયે અચાનક લાઈટો આવી જતાં શિવાંશને જોરદાર કરંટ લાગ્યો હતો.

થોડીવાર બાદ માતાએ જોયું તો શિવાંશ કુલર નજીક જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તેણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ શિવાંશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે શિવાંશને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અત્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં પડી રહેલી ભીષણ ગરમીથી બચવા માટે લોકો એસી અને કુલરનો ઉપયોગ કરી રહ્યાં છે. જો કે કુલરનો ઉપયોગ કરતી વખતે સાવચેતી ના રાખવામાં આવે તો કરંટ લાગવાનો ભય રહે છે. દર ઉનાળાની સિઝનમાં આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આથી કુલરનો ઉપયોગ કરતી વખતે ખાસ તકેદારી રાખવાની એક્સપર્ટ દ્વારા સલાહ આપવામાં આવી છે.

(11:52 PM IST)