<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ચૂંટણી દરમિયાન પીએમ મોદી,રાહુલ અને પ્રિયંકાની આ ખાસ 10 તસવીરો છવાઈ : લોકો પણ થયા ભાવવિભોર

પીએમ મોદીએ મહિલા સમર્થકોના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા. રાહુલ ગાંધીએ તેમના માતા સોનિયા ગાંધી સાથે તસવીર શેર કરી.

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના તમામ તબક્કાનું મતદાન પૂરું થઈ ચુક્યું છે. મતોની ગણતરી 4 જૂનના રોજ થશે. આ ચૂંટણીમાં સત્તા પક્ષ અને વિપક્ષે ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો. સાત તબક્કામાં ચૂંટણી દરમિયાન અનેક રાજકીય નેતા-રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો. જોકે આ દરમિયાન પીએમ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીની કેટલીક તસવીરો પણ છવાયેલી રહી.

  પીએમ  મોદીએ આ વખતે તાબડતોબ 200થી વધારે રેલી કરી. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન દેશના દરેકે દરેક ખૂણે પહોંચવાનો પ્રયત્ન કર્યો. 400 પારના નારા સાથે તેમણે ખૂબ જ મહેનત કરી. બીજી બાજુ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ પણ આશરે 100 રેલી અને રોડ શો કર્યાં. આ દરમિયાન તેમની કેટલીક તસવીરો લોકોએ ખૂબ પસંદ કરી હતી

   પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુરુદ્વારામાં સેવા કરી. તેમણે રસોઈમાં શાકભાજી બનાવી અને લોકોને પીરસી પણ હતી.

   પીએમ મોદી ચૂંટણી રેલી દરમિયાન એક નાના બાળકને ખોળામાં લઈ હળવી શૈલીમાં જોવા મળતા હતા આ તસવીર ઓડિશાની છે. અહીં PM મોદીએ મહિલા સમર્થકોના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા.

PM મોદીએ પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભાને સંબોધિત કરી. તે દરમિયાન તેમણે ગદા ઉઠાવી વિજયનો શંખનાદ કર્યો

વોટિંગ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના માતા સોનિયા ગાંધી સાથે તસવીર શેર કરી. ત્યારબાદ લોકોએ આ તસવીરને ઘણી પસંદ કરી

દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે યુવા સમર્થકો સાથે રાહુલ ગાંધીએ સેલ્ફી લીધી,, નાની બાળકી સાથે નજર આવ્યા રાહુલ ગાંધી

પોતાના સમર્થકો પાસેથી ગુલાબના ફુલ સ્વીકારતાં પ્રિયંકા ગાંધી. આ તસવીરો લોકોએ ખૂબ પસંદ કરી]

ભાઈ-બહેનના ખાસ સ્ને જોઈ લોકો આ તસવીર ખૂબ પસંદ કરી રહ્યા છે

  ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી આ ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા.

(12:08 AM IST)