તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
હૈદરાબાદ પર હવે તેલંગાણાનો પુરેપુરો અધિકારઃ આંધ્રપ્રદેશને શોધવી પડશે નવી રાજધાની
વર્ષ ૨૦૧૪માં આંધ્રપ્રદેશના વિભાજન સમયે હૈદરાબાદને ૧૦ વર્ષ માટે તેલંગાણા અને હૈદરાબાદ, બંને રાજયોની ભાગીદારમાં રાજધાની બનાવી હતીઃ બે જૂન ૨૦૧૪ના રોજ તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું હતું

હૈદરાબાદ,તા. ૩: દેશના સૌથી વ્યસ્ત મહાનગરોમાં સામેલ હૈદરાબાદ રવિવારે, ૨ જૂનથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશની અત્યાર સુધી બંનેની રાજધાની હતી, જે હવે નથી રહી. આંધ્રપ્રદેશને પોતાની અલગ રાજધાની શોધવી પડશે. આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૪ અનુસાર, ૨ જૂનથી હૈદરાબાદ ફક્ત તેલંગાણાની રાજધાની હશે.
વર્ષ ૨૦૧૪માં આંધ્રપ્રદેશના વિભાજન સમયે હૈદરાબાદને ૧૦ વર્ષ માટે તેલંગાણા અને હૈદરાબાદ, બંને રાજયોની ભાગીદારમાં રાજધાની બનાવી હતી. બે જૂન ૨૦૧૪ના રોજ તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું હતું.
આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ જણાવે છે કે, નિયમિત તારીખ (૨ જૂન)થી પ્રભાવિત થઈને, હાલના આંધ્ર પ્રદેશ રાજયમાં હૈદરાબાદ ૧૦ વર્ષના સમયગાળા માટે તેલંગાણા રાજય અને આંધ્ર પ્રદેશ રાજયની સામાન્ય રાજધાની રહેશે.
તેમાં કહેવાયું છે કે, પેટા-કલમ (૧) માં ઉલ્લેખિત સમયગાળાની સમાપ્તિ પછી, હૈદરાબાદ તેલંગાણા રાજયની રાજધાની રહેશે અને આંધ્ર પ્રદેશ રાજય માટે નવી રાજધાની હશે.
ફેબ્રુઆરી ૨૦૧૪ માં સંસદમાં આંધ્ર પ્રદેશ પુનર્ગઠન બિલ પસાર થયા પછી ૨ જૂન ૨૦૧૪ ના રોજ તેલંગાણા રાજયની રચના કરવામાં આવી હતી. તેલંગાણા રાજયની રચનાની માંગ દાયકાઓથી કરવામાં આવી રહી હતી.
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ ગયા મહિને અધિકારીઓને હૈદરાબાદમાં સરકારી ગેસ્ટ હાઉસ લેક વ્યૂ જેવી ઇમારતો કબજે કરવા કહ્યું હતું, જે ૨ જૂન પછી આંધ્ર પ્રદેશને ૧૦ વર્ષના સમયગાળા માટે આપવામાં આવી હતી.
વિભાજનના દસ વર્ષ પછી પણ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે સંપત્તિના વિભાજન જેવા ઘણા મુદ્દાઓ હજુ પણ વણઉકેલ્યા છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
