તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
કળયુગની પત્નીએ ફોન છીનવી લેનાર પતિને લગાવ્યા ‘ઇલેક્ટ્રિક કરંટ'....!
યુપીમાં બની વિચિત્ર ઘટનાઃ પુત્રને પણ ઢીબી નાખ્યો

મૈનપુરી,તા. ૩: મોબાઇલ ફોનની અતિશય ઘેલછાં કઇ હદ સુધી પહોંચી શકે તેનો દાખલા સમાન ચોંકાવનારો કિસ્સો ઉત્તરપ્રદેશના મૈનપુરી ખાતે બન્યો છે. જેમાં પતિએ પત્ની જોડેથી ફોન લઇ લેતાં પત્નીએ પતિને બેડ સાથે બાંધીને ‘ઇલેક્ટ્રિક કરંટ'લગાવ્યા હતા. એટલું જ નહીં ક્રિકેટ બેટથી પતિને ભારે માર માર્યો હતો અને એને બચાવવા વચ્ચે આવેલા ૧૪ વર્ષના પુત્રને પણ ઢીબી કાઢ્યો હતો....! ચર્ચાસ્પદ બનેલી આ ઘટનાની ફરિયાદ કિશની પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે અને પત્ની વિરૂદ્ધ હત્યાની કોશિશ સહિતના ધારા હેઠળનો કેસ નોંધાયો છે...! પત્નીએ પતિએ એ હદે ફટકાર્યો છે કે હાલ તે સૈફઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક રીતે અત્યંત રસપ્રદ પરંતુ બીજી રીતે અત્યંત દુખદ આ ઘટના બદલાતાં સમાજમાં વ્યક્તિઓની બદલાતી માનસિકતાને ચરિતાર્થ કરે છે. સાવ ક્ષુલ્લક વાતોમાં પતિ-પત્ની વચ્ચે છુટાછેડા થાય છે અને નાની-નાની વાતોમાં મારામારી અને હત્યા સુધીના બનાવો છાશવારે સામે આવે છે. ત્યારે ઊલટી ગંગા જેવા મૈનપુરીના કિસ્સામાં પતિએ પત્નીને ઢોર માર મારતાં વિચિત્ર ચર્ચાસ્પદ ચકચાર મચી ગઇ છે.
૨૦૦૭માં બેબી યાદવના લગ્ન પ્રદીપસિંહ સાથે થયા હતા. લગ્નજીવનથી તેમને એક પુત્ર પણ છે અને એ ૧૪ વર્ષનો છે. પતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ બનાવ એવો છે કે બેબી યાદવ છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ ફોન પર ખૂબ સમય પસાર કરતી હતી અને સતત કોઇની જોડે વાત કરતી હોવાનું તેને ધ્યાને આવ્યું હતું. તેથી પતિએ વાંધો ઉઠાવ્યો હતો અને પત્નીના કુટુંબને જાણ કરી હતી.
એ લોકોના કહેવા પર તેણે પત્ની જોડેથી ફોન લઇ લીધો હતો. જેથી પત્ની છંછેડાઇ ગઇ હતી. તેણે પતિ અને પુત્રને મારી કાઢવાની ધમકી આપી હતી. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ પત્ની વિરૂદ્ધ હત્યાની કોશિશ સહિતની ધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ પત્ની ફરાર છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
