<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

હાર્દિક સાથે છૂટાછેડાની અફવા વચ્ચે નતાશાએ આપ્યા ગુડ ન્યુઝ :ક્રિકેટરના ફેન્સને રાહતના શ્વાસ આપવા સંકેત

કેટલાક લોકો વિચારી રહ્યા છે કે, અભિનેત્રી આવું કેમ કર્યું હતું.

     ફોટો natasha

મુંબઈ : ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની અફવા ઉડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમના લગ્નજીવનમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. અભિનેત્રી પણ છેલ્લા કેટલાક દિવસથી ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી. ત્યારે હવે નતાશાએ સારા સમાચાર આપી દીધા છે. જેને જોઈને હાર્દિકના ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.

નતાશા સ્ટેનકોવિકે ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા સાથેની તસવીરો રી-સ્ટોર કરી દીધી છે. જેમાં કપલની વેડિંગ તસવીરો પણ છે. નતાશાએ આ તસવીરો થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી હતી. નતાશાએ આવું કરીને ફેન્સને થોડી રાહતનો શ્વાસ આપ્યો છે. જ્યારે કેટલાક લોકો વિચારી રહ્યા છે કે, અભિનેત્રી આવું કેમ કર્યું હતું.

જો કે, ફેન્સ વિચાર રહ્યા છે કે નતાશાએ આવું કેમ કર્યું. તેનું કારણ તો માત્ર તે જ જણાવી શકે છે. ત્યારે મહત્વનું છે કે, આ વાતથી છૂટાછેડાની વાત ખોટી સાબિત થઈ રહી છે.

જણાવી દઈએ કે, નતાશા સર્બિયન મોડેલ અને અભિનેત્રી છે. 31 મે 2020ના રોજ નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્ન થયા હતા. તેમનો એક પુત્ર અગસ્ત્ય

(11:23 AM IST)