<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

૯ જુને શપથવિધિ ? એક્‍ઝિટ પોલ પરથી ભાજપના એનડીએ ગઠબંધને નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ કરી દીધી : કર્તવ્‍ય પથ ઉપર ભવ્‍યાતિભવ્‍ય સમારોહની સંભાવના

નવી દિલ્‍હી : લોકસભા ચૂંટણીના પરિણામો ૪ જૂને આવશે. સંભવિત ૯ જુને શપથવિધિ થશે. એક્‍ઝિટ પોલ પરથી ભાજપના એનડીએ ગઠબંધને પણ નવી સરકારની રચના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આટલું જ નહીં, જીત બાદ એનડીએ આ ઉત્‍સવને ભવ્‍ય બનાવવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત શપથ ગ્રહણ સમારોહ કેવો રહેશે તેની પણ યોજના બનાવવામાં આવી છે. કર્તવ્‍ય પથ પસંદ કરવા પાછળનું કારણ એ છે કે વધુમાં વધુ લોકો સાક્ષી બની શકે તેવી જગ્‍યા શોધવાનું તેમજ વિકસિત ભારતનું ચિત્ર દેશ અને દુનિયામાં દર્શાવી શકાય. કર્તવ્‍ય પથ એ નવી દિલ્‍હીમાં સેન્‍ટ્રલ વિસ્‍ટ્રા પ્રોજેક્‍ટનું કેન્‍દ્રસ્‍થાન છે.

મીડિયા રિપોર્ટ્‍સ અને ભાજપના દિગ્‍ગજોના સંકેત અનુસાર, ૯ જૂને એનડીએ દ્વારા કર્તવ્‍ય પથ ઉપર શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે, તે માટે ભવ્‍ય કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે.

આ પહેલા રાષ્‍ટ્રપતિ ભવન પરિસરમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવતું રહ્યું છે.

૧૦ જૂન પાર્ટીનો સ્‍થાપના દિવસ છે. આવી સ્‍થિતિમાં, ૯ જૂન નક્કી કરવામાં આવી હોવાનું મનાય છે. આ પહેલા નરેન્‍દ્રભાઈએ ૨૦૧૪માં ૨૬ મે અને ૨૦૧૯માં ૩૦ મેના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

(11:28 AM IST)