તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
અમૂલ દૂધ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો
આજથી દૂધના ભાવમાં એક લિટરે બે રૂપિયાનો વધારો : ઘરમાં ચા, કોફી કે દૂધ પીવું પણ મોંઘુ થઈ ગયું

રાજકોટ તા.૩ : 3 જૂનના રોજ માત્ર મોંઘવારીના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. એક તરફ NHAIએ રસ્તા પર મુસાફરી કરવી મોંઘી કરી દીધી છે. સાથે જ ઘરમાં ચા, કોફી કે દૂધ પીવું પણ મોંઘુ થઈ ગયું છે. કારણ કે અમૂલ દૂધ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ભારત સરકારના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની માલિકીની કંપનીઓમાંની એક મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અમૂલ દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થયો છે. આજે તા.3 જૂન, 2024થી દેશભરમાં દૂધના નવા દરો લાગુ કરવામાં આવ્યા છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
