<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

HDFC બેંકના ગ્રાહકો ધ્યાન આપો ! 4 અને 6 જૂને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કામ કરશે નહીં

બેંક તેના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રી-પેઈડ કાર્ડ સેવા માટે સિસ્ટમને અપગ્રેડ કરી રહી છે.

નવી દિલ્હી: અગ્રણી ખાનગી બેંક HDFC બેંકના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. આ સપ્તાહમાં બે દિવસ સુધી ગ્રાહકો બેંક કાર્ડ વડે કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. આ સંદર્ભમાં HDFC બેંકે તેના ગ્રાહકોને મેઇલ અને SMS દ્વારા માહિતી આપી છે. બેંકે કહ્યું કે બેંકનું કોઈ કાર્ડ મંગળવાર, 4 જૂનના રોજ બપોરે 12:30 થી 2:30 અને 6 જૂનના રોજ બપોરે 12:30 થી 2:30 વચ્ચે કામ કરશે નહીં.

   બેંકે ગ્રાહકોને મોકલેલા ઈમેલમાં જણાવ્યુ કે બેંક તેના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રી-પેડ કાર્ડ સેવાઓ માટે સિસ્ટમને અપગ્રેડ કરી રહી છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન સુવિધાઓ બંધ રહેશે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ સમયગાળા દરમિયાન ATM, કાર્ડ સ્વાઈપ મશીન, ઓનલાઈન પેમેન્ટ ગેટવે અને નેટસેફ ટ્રાન્ઝેક્શનની સુવિધાઓ બંધ રહેશે. 

આ પહેલા 25 મેના રોજ HDFC બેંકની નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ સુવિધા થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. આ દરમિયાન કંપનીએ કહ્યું હતું કે એચડીએફસી બેંકે 25 મેના રોજ સવારે 3.30 વાગ્યે મેઇન્ટેનન્સ કરવાનું નક્કી કર્યું છે. જેના કારણે UPI, નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સહિતની ઘણી સેવાઓ ખોરવાઈ જશે.

(1:44 PM IST)