<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

દેશના ૧૨ કરોડ ખેડૂતોને સરકાર બનતા જ ખાતામાં ૧૭મા હપ્તાના નાણા મળશે

નવી દિલ્‍હી તા.૩ :  પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ ૧૨ કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. ચૂંટણી પરિણામો પછી એટલે કે કાલે ૪ જૂને નવી કેન્‍દ્ર સરકાર PM કિસાન યોજના હેઠળ ૧૭મો હપ્તો જાહેર કરી શકે છે.

જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ૧૬મો હપ્તો ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ રિલીઝ થયો હતો.

PM-કિસાન યોજના હેઠળ, તમામ જમીનધારક ખેડૂત પરિવારોને વાર્ષિક રૂા. ૬,૦૦૦નો લાભ મળે છે, જે પ્રત્‍યેકને રૂા. ૨,૦૦૦ના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ કેન્‍દ્રીય ક્ષેત્રની યોજનાનો હેતુ દેશભરમાં જમીનધારક ખેડૂતોના પરિવારોને આવક સહાય પૂરી પાડવાનો છે, તેમને વિવિધ કળષિ અને ઘરના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરવી. તમામ જમીનધારક ખેડૂત પરિવારો કે જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે

પાત્ર ખેડૂતોએ ૧૭મા હપ્તા માટેઅધિકળત વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો અને ‘ફાર્મર કોર્નર' પર જાઓ., ‘નવી ખેડૂત નોંધણી' પર ક્‍લિક કરો, આધાર નંબર દાખલ કરો અને કેપ્‍ચા ભરો. જરૂરી વિગતો દાખલ કર્યા પછી, ‘yes' પર ક્‍લિક કરો.  PM-કિસાન એપ્‍લિકેશન ફોર્મ ૨૦૨૩ પૂર્ણ કરો, વિગતો રાખો અને ભવિષ્‍યના સંદર્ભ માટે પ્રિન્‍ટઆઉટ લો.

પાત્ર ખેડૂતો હપ્તાની સ્‍થિતિ ચકાસવા માટે

 pmkisan.gov.in પર જાઓ. હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર' વિભાગ હેઠળ ‘લાભાર્થી સ્‍થિતિ' પસંદ કરો. નોંધાયેલ આધાર નંબર અથવા બેંક એકાઉન્‍ટ નંબર દાખલ કરો. હપ્તાની સ્‍થિતિ તપાસવા માટે ‘ડેટા મેળવો' પર ક્‍લિક કરો.

(1:45 PM IST)