News of Monday, 3rd June 2024
નરેન્દ્રભાઇ, રાહુલ અને પ્રિયંકાની આ ૧૦ તસવીરો છવાઇ ગઇ
નરેન્દ્રભાઇએ મહિલા સમર્થકોના ચરણ સ્પર્શ કરી તેમના આશિર્વાદ લીધા : રાહુલ ગાંધીએ માતા સોનિયા સાથેની તસવીર સોશ્યલ મીડિયામાં શેર કરી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તમામ તબક્કાનું મતદાન પૂરૂં થઈ ચુક્યું છે. મતોની ગણતરી આવતીકાલે થશે. આ ચૂંટણીમાં સત્તા પક્ષ અને વિપક્ષે ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો. સાત તબક્કામાં ચૂંટણી દરમિયાન અનેક રાજકીય નેતા-રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો. જોકે આ દરમિયાન પીએમᅠ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીની કેટલીક તસવીરો પણ છવાયેલી રહી.
પીએમᅠ મોદીએ આ વખતે તાબડતોબ ૨૦૦થી વધારે રેલી કરી. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન દેશના દરેકે દરેક ખૂણે પહોંચવાનો પ્રયત્ન કર્યો. ૪૦૦ પારના નારા સાથે તેમણે ખૂબ જ મહેનત કરી. બીજી બાજુ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ પણ આશરે ૧૦૦ રેલી અને રોડ શો કર્યાં. આ દરમિયાન તેમની કેટલીક તસવીરો લોકોએ ખૂબ પસંદ કરી હતી
નરેન્દ્રભાઇએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુરૂદ્વારામાં સેવા કરી. તેમણે રસોઈ ઘરમાં શાકભાજી બનાવી અને લોકોને પીરસી પણ હતી. નરેન્દ્રભાઇએ ચૂંટણી રેલી દરમિયાન એક નાના બાળકને ખોળામાં લઈ હળવી શૈલીમાં જોવા મળતા હતા. આ તસવીર ઓડિશાની છે. અહીં મોદીજીએ મહિલા સમર્થકોના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા. નરેન્દ્રભાઇએ પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભાને સંબોધિત કરી. તે દરમિયાન તેમણે ગદા ઉઠાવી વિજયનો શંખનાદ કર્યો
વોટિંગ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના માતા સોનિયા ગાંધી સાથે તસવીર શેર કરી. ત્યારબાદ લોકોએ આ તસવીરને ઘણી પસંદ કરી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે યુવા સમર્થકો સાથે રાહુલ ગાંધીએ સેલ્ફી લીધી,, નાની બાળકી સાથે નજર આવ્યા રાહુલ ગાંધી પોતાના સમર્થકો પાસેથી ગુલાબના ફુલ સ્વીકારતાં પ્રિયંકા ગાંધી. આ તસવીરો લોકોએ ખૂબ પસંદ કરી. ભાઈ-બહેનના ખાસ સ્નેહ જોઈ લોકો આ તસવીર ખૂબ પસંદ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી પણ એક ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
