તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
બેંગ્લોરમાં જૂનમાં એક દિવસના વરસાદનો ૧૩૩ વર્ષ જુનો રેકોર્ડ તુટયો
૧૮૯૧માં જૂન મહિનામાં સૌથી વધારે વરસાદ ૪ ઇંચ જેવો પડયો હતોઃ આ વરસે પહેલા જ દિવસે સવાર ચાર ઇંચ પડયો

બેંગ્લોર તા.૩ : નૈઋત્યના ચોમાસાના પહેલા જ તબકકામાં રવિવારે બેંંગ્લોરમાં પડેલા વરસાદે જુન મહિનામાં એક જ દિવસના સૌથી વધારે વરસાદ ૧૩૩ વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય હવામાન વિભાગના આંકડાઓ અનુસાર રવિવારે બેંગ્લોર શહેરમાં ૧૧૧.૧ મીલીમીટર વરસાદ પડયો હતો. આ પહેલા ૧૮૯૧ના દિવસે ૧૦૧.૬ મીલીમીટર નોંધાયો હતો. હવામાન વિભાગે કહયુ છે કે બંગલોરમાં આગામી બે દિવસ વરસાદ ચાલુ રહી શકે છે. આગામી દિવસોમાં વધુ વરસાદનો રેકોર્ડ તુટી શકે છે. હાલના રેકોર્ડ ૧૯૯૬માં નોંધાયેલ રર૮.ર મીલીમીટરનો છે.
પવન સાથેના વરસાદના કારણે બેંગ્લોરના વિભીન્ન વિસ્તારોમાં નુકસાનીના પણ સમાચાર છે. બૃહદ, બેગ્લુરૂ મહાનગરપાલિકા (બીબીએમપી) અનુસાર, તેમને રવિવારે ર૮પ ફરિયાદો મળી હતી. જેમાંથી મોટાભાગની વૃક્ષો અથવા તેની ડાળીઓ રસ્તા પર અને વાહનો પર પડવાની હતી
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
