<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

કેદારનાથ પહોંચતાં જ ભાઇ સુશાંત સિંહને યાદ કરી રડી પડી બહેન શ્વેતા

કહ્યું-ભાઇ અહિ જ હોવાનો અહેસાસ થયોઃ ભાઇની જેમ જ ફોટા પડાવ્‍યાઃ ચાર વર્ષે પણ અમે તે દિવસે શું થયું હતું તેના જવાબો શોધી રહ્યા છીએ

મુંબઇ તા. ૩:દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ અભિનેતાના મળત્‍યુના લગભગ ચાર વર્ષ પછી પણ તેની યાદોથી પોતાને અલગ કરી શકી નથી. તેણી તાજેતરમાં કેદારનાથ બાબાના દરબારમાં પહોંચી અને તેના ભાઈની જેમ જ પોઝ આપ્‍યો હતો. સુશાંત સિંહ તેની ફિલ્‍મ કેદારનાથના શૂટિંગ દરમિયાન કેદારનાથ બાબાના દર્શન કરવા પહોંચ્‍યો હતો ત્‍યારથી તેને આ જગ્‍યા સાથે વિશેષ જોડાણ થઇ ગયું હતું.

 મોટી બહેને કેદારનાથ બાબાના દર્શન કર્યા બાદ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા એ જ સ્‍ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે જે રીતે સુશાંતે પોતે એક વખત આપ્‍યો હતો. આ તસવીરોની સાથે તેણે એક પોસ્‍ટ પણ લખી છે જેમાં તેણે તેના ભાઈ માટે કંઈક લખ્‍યું છે જે વાંચીને તમે ભાવુક થઈ જશો. શ્વેતાએ લખ્‍યું-આજે પહેલી જૂન છે અને ચાર વર્ષ પહેલા આ મહિનાની ૧૪મી તારીખે અમે અમારા સૌથી પ્રિય સુશાંતને ગુમાવ્‍યો હતો. તે દુઃખદ દિવસે શું થયું તેના જવાબો અમે હજી શોધી રહ્યા છીએ. શ્વેતા કેદારનાથ બાબાના દર્શન કર્યા બાદ ખુબ રડી હતી. તેણે કહ્યું કે અહિ પહોંચતા જ હું મારા હૃદયને રોકી શકી નહોતી અને રડી પડી હતી. સુશાંત ક્‍યાંક આસપાસ જ હોવાનો મને અહેસાસ થયો હતો.

(3:05 PM IST)