<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

PM મોદીની હારજીત પર સૌથી મોટો દાવ

ભાજપના ફાયરબ્રાન્‍ડ નેતા અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી PMની વારાણસી સીટથી સતત બે વાર (૨૦૧૪ અને ૨૦૧૯) જીત્‍યા છે. આ વખતે પણ તેઓ કાશીથી તો હૈટ્રીક કરે એવી સંભાવના છે. લોકસભા ચૂંટણીના એક્‍ઝિટ પોલનાં પરિણામો પછી સટ્ટા બજાર વધુ ગરમાયું છે. સટ્ટાબજારમાં રૂ. ૩૦૦ કરોડથી વધુની રકમ દાવ પર લાગી ચૂકી છે, એમાં પણ સૌથી મોટો દાવ વડાપ્રધાન મોદીની વારાણસી સીટ પર લાગ્‍યા છે. વડાપ્રધાન મોદીની જીત પર રૂ. એક લાખ લગાવવા પર રૂ. ૨૦૦૦ના નફાનો રેટ છે. આ સાથે મોદીની હાર પર સર્વાધિક ભાવ છે. તેઓ હારે તો રૂ. એક લાખ લગાવવા પર રૂ. ૩.૫૦ લાખ મળશે.

રસપ્રદ વાત એ છે કે PM મોદીની જીત-હારથી વધુ તેમના માર્જિન પર દાવ લગાવવામાં આવ્‍યો છે. જો મોદી રૂ. બે લાખના અંતરથી જીતે તો સટ્ટામાં રૂ. એક લાખથી રૂ. ૧.૫૦ લાખ મળશે. જો તેઓ ત્રણ લાખથી વધુ માર્જિનથી જીતે તો પૈસા બે ગણા થઈ જશે.

મોદીની જીતનું માર્જિન ૨૦૧૯માં ૪.૭૯ લાખ (મત) હતા, જ્‍યારે ૨૦૧૪માં એ ૩.૭૧ લાખ હતા.

(3:24 PM IST)