News of Monday, 3rd June 2024
શું બિહારમાં થશે નવાજૂની? ચૂંટણી પરિણામ પહેલા નીતિશ કુમારે કરી PM મોદી સાથે મુલાકાત

નવી દિલ્હી તા. ૩ : લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન સાત તબક્કામાં પૂર્ણ થયું હતું અને આવતીકાલે એટલે કે ૪ જૂને મતગણતરી થવાની છે. આ પછી કેન્દ્રમાં નવી સરકાર આકાર લેશે અનેᅠ એક્ઝિટ પોલના ડેટા મુજબ દિલ્હીની ગાદી ફરી એકવાર નરેન્દ્ર મોદીના હાથમાં આવશે.
આ પહેલા રાજકારણમાં ઘણી હલચલ જોવા મળી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે સવારે પટનાથી નવી દિલ્હી આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે આગામી સરકારની રચનાને લઈને ચર્ચા થઈ હતી.
જો કે બંને નેતાઓ વચ્ચે મુલાકાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પીએમ સાથે મુલાકાત બાદ નીતીશ કુમાર સાંજે ૪ વાગે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે.
સીએમ નીતિશ કુમારની દિલ્હી મુલાકાત બાદ બિહારના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. લોકો તમામ પ્રકારની અટકળો લગાવવા લાગ્યા છે કારણ કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે નીતીશ કુમારને એનડીએમાં મન નથી લાગતું. આવી સ્થિતિમાં પરિણામો પહેલા નીતિશ કુમાર દિલ્હી પહોંચતાની સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમ થઈ ગઈ હતી
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
