News of Monday, 3rd June 2024
એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો રૂ.૮૭.૦૨ કરોડનો એસએમઈ આઇપીઓ આજે બંધ થશે : ૬ઠ્ઠીએ લિસ્ટીંગ

મુંબઇ, તા.૩: એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ એસએમઈ આઇપીઓ બિડિંગ ૩ જૂન, ૨૦૨૪ ના રોજ બંધ થશે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ માટેનું એલોટમેન્ટ મંગળવાર, ૪ જૂન, ૨૦૨૪ ના રોજ ફાઇનલ થવાની ધારણા છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે, જેમાં આશરે લિસ્ટિંગ તારીખ ૬ જૂન ૨૦૨૪,ગુરુવાર નક્કી કરવામાં આવી છે.
એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ.૧૫૩ થી રૂ.૧૬૧ પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અરજી માટે મિનિમમ લોટ સાઈઝ ૮૦૦ શેર છે. રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા જરૂરી રોકાણની મિનિમમ રકમ રૂ. ૧૨૮,૮૦૦ છે. HNI માટે મિનિમમ લોટ સાઇઝનું રોકાણ ૨ લોટ (૧,૬૦૦ શેર) છે જેની રકમ રૂ. ૨૫૭,૬૦૦ છે.
હેમ સિકયોરિટીઝ લિમિટેડ એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ માટે હેમ ફિનલીઝ એ માર્કેટ મેકર છે
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
