<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

હીરામંડી ૨...નેટફિ્‌લક્‍સે કરી ‘હીરામંડી'ની બીજી સિઝનની જાહેરાત

સ્‍ટોરી હવે લાહોરથી આગળ વધશે, અને એ જોવું રસપ્રદ રહેશે : કહેવામાં એ પણ આવે છે કે સીરિઝના નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલી સીઝન ૨ને દિલ્‍હી અને મુંબઈના કોઠાની તવાયફો પર કેન્‍દ્રિત કરશે

મુંબઇ, તા.૩: હીરામંડીની પહેલી સીઝન જ્‍યાં પૂરી થાય છે અને જ્‍યાં આલમઝેબ ગર્ભવતી હોવાના સમાચાર દાદીને સંભળાવે છે. બિબ્‍બોજાન અંગ્રેજોનો સામનો કરતા મારી નાખવામાં આવી છે. તાજદારના લગ્ન આલમેબ સાથે થતા અટકાવવા માટે તેના પિતા તેને પોલીસને હવાલે કરી દે છે. તાજદાર પણ અંગ્રેજોની ધોલાઈથી પોલીસની અટકમાં છે મળત્‍યુ પામે છે.

આ આખો ઘટનાક્રમ લાહોરનો છે. સીરિઝની પહેલી સીઝન જ્‍યાં પૂરી થાય છે જ્‍યાં આઝાડીનો સંઘર્ષ પોતાના ચરમ પર છે. સ્‍ટોરી હવે લાહોરથી આગળ વધશે, અને એ જોવું રસપ્રદ રહેશે. કહેવામાં એ પણ આવે છે કે સીરિઝના નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલી સીઝન ૨ને દિલ્‍હી અને મુંબઈના કોઠાની તવાયફો પર કેન્‍દ્રિત કરશે.

ધ ડાયમંડ બજાર ત્‍યારથી ચર્ચામાં છે, જ્‍યાં પહેલીવાર ફિલ્‍મમેકર સંજય લીલા ભણસાલીએ તેની જાહેરાત કરી હતી, ૧ મેના નેટફિ્‌લક્‍સ પર સ્‍ટ્રીમ થયેલી આ સીરિઝને અનેક પ્રકારના રિએક્‍શન મળ્‍યા, જ્‍યારે અનેક લોકોએ સીરિઝ દ્વારા પ્રસ્‍તુત લાર્જર ધેન-લાઈફ સેટની પ્રશંસા કરી, તો અનેક લોકોએ આ સીરિઝમાં કેટલાક અભિનેતાઓના પ્રદર્શનની ટીકા કરી, જો કે સંજય લીલા ભણસાલીએ આશ્‍ચર્ય વ્‍યક્‍ત કરતાં કહ્યું હતું કે શું હીરામંડી ૨ પણ શકય છે, તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની વેબ સીરિઝ માત્ર એત જ વાર થઈ શકે છે, કોઈપણ બીજીવાર ન બનાવી શકે, અહીં સુધી કે હું પણ નહીં.

અન્‍ય એક ઈન્‍ટરવ્‍યૂમાં, સંજય લીલા ભણસાલીએ સીઝન ૨ માટે પીરિયડ-ડ્રામા સીરિઝને એક નવા રૂપમાં લાવવાનો વિચાર કરી રહ્યા છે, તેમણે કહ્યું કે, એક સીરિઝ બનાવવામાં ઘણું બધું લાગે છે આણે ઘણું બધું લઈ લીધું છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં ગંગૂબાઈ રિલીઝ થયા પછીથી અત્‍યાર સુધી મેં દરરોજ બ્રેક લીધા વિનાક કામ કર્યું છે, આથી આ સીરિઝ પર ખૂબ જ મોટી જવાબદારી છે.ૅ સીઝન ૨ની પુષ્ટિ કરતા સંજય લીલા ભણસાલીએ કહ્યું કે, ૅહીરામંડી ૨માં મહિલાઓ હવે લાહોરથી ફિલ્‍મી જગતમાં આવે છે વિભાજન બાદ તેમણે લાહોર છોડી દીધું અને તેમાંથી મોટાભાગની મુંબઈ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રી અથવા કોલકાતા ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં રહેવા માંડી, તો બજારમાં તે યાત્રા એવી જ રહે છે, તેમણે હવે નાચવા અને ગાવાનું છે, પણ આ વખતે નિર્માતાઓ માટે, નવાબો માટે નહીં, તો આ બીજી સીરિઝન છે જેની અમે યોજના ઘડી રહ્યા છીએ, જોઈએ કયાં સુધી જાય છે આ.ૅ

જણાવવાનું કે સીરિઝની બીજી સિઝનની જાહેરાત મુંબઈના કાર્ટર રોડ પર એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી, જ્‍યાં ઝગમગતી અનારકલી અને ઘુંઘરૂ પહેરેલા ૧૦૦ નર્તકોની ભીડ સિરીઝના ગીતો પર નળત્‍ય કરી રહી હતી, ત્‍યારે મોનિકા શેરગીલ, વી. પી., કન્‍ટેન્‍ટ, નેટફિ્‌લક્‍સ ઇન્‍ડિયાએ જણાવ્‍યું હતું કે, સંજય લીલા ભણસાલીએ હીરામંડીઃ ધ ડાયમંડ બઝારને જીવંત બનાવવા માટે મુશ્‍કેલ તાણાવાણાવાળો કોયડો દર્શાવતો જાદુ રચ્‍યો છે, દરેક જગ્‍યાએ પ્રેક્ષકોને આ સિરીઝના પ્રેમમાં પડતા જોવા-તે ખરેખર એક સાંસ્‍કળતિક ઘટના તરીકે પોતાનું બનાવે છે-તે અત્‍યંત ઉત્‍સાહજનક છે અને હું એ જાહેર કરવા માટે રોમાંચિત છું કે અમે સીઝન ૨ સાથે પાછા આવીશું. હીરામંડીમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, અદિતી રાવ હૈદરી, શર્મિન સહગલ અને ફરદીન ખાન જેવા કલાકારોએ અભિનય કર્યો હતો.

(4:58 PM IST)