<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

માલદીવે ઇઝરાયલી પાસપોર્ટ પર પ્રતિબંધ મુકયોઃ પેલેસ્‍ટીનના સમર્થનમાં નિર્ણય

માલદીવ,તા. ૩: ઈઝરાયેલ અને હમાસ વચ્‍ચેના યુદ્ધ વચ્‍ચે માલદીવ સરકારે મોટો નિર્ણય લીધો છે. માલદીવ સરકારે પાસપોર્ટના નિયમોમાં ફેરફાર કરીને ઈઝરાયેલના પાસપોર્ટ પર પ્રતિબંધ મૂક્‍યો છે. આ નિર્ણય બાદ હવે ઈઝરાયેલના નાગરિકો માલદીવ જઈ શકશે નહીં.ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્‍સાને ધ્‍યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. માલદીવના ગૃહમંત્રીએ ઈમરજન્‍સી પ્રેસ બ્રીફિંગમાં જણાવ્‍યું કે આજે કેબિનેટે માલદીવમાં ઈઝરાયેલના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા માટે કાયદામાં જરૂરી ફેરફારો કર્યા છે. કેબિનેટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મંત્રીઓની વિશેષ સમિતિની રચના કરી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે ૧૦ લાખથી વધુ પ્રવાસીઓ માલદીવની મુલાકાત લે છે.

માલદીવ સરકારે ફંડ એકત્ર કરવા અને પેલેસ્‍ટિનિયન નાગરિકોને સમર્થન આપવા માટે મુસ્‍લિમ દેશો સાથે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે UNRWA દ્વારા પેલેસ્‍ટિનિયન નાગરિકો માટે ભંડોળ એકત્ર કરવામાં આવશે. આ સાથે કેબિનેટે એવા વિસ્‍તારોની ઓળખ કરવા માટે એક વિશેષ દૂતની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે જયાં પેલેસ્‍ટાઈનને માલદીવની મદદની સખત જરૂર છે.

(5:08 PM IST)