<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

જમ્‍મુ-કાશ્‍મીરના પુલવામાં ર આતંકવાદી ઠાર મરાયાઃ લશ્‍કર-એ-તૌયબાનાં મુખ્‍ય આતંકી કમાન્‍ડર હોવાની શકયતા

 

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૩ :.. જમ્‍મુ - કાશ્‍મીરના  દક્ષિણ કાશ્‍મીરમાં આવેલા પુલવામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્‍ચેની અથડામણમાં ર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્‍યા છે.

આ અથડામણમાં લશ્‍કર-એ-તૌયબાના મુખ્‍ય કમાન્‍ડર રિશજ અહમદ ઉર્ફે ખાલિકનું મોત થયાની શકયતા છે.

ભારતીય સુરક્ષા દળોની ટીમે હુમલો કરતા સામસામો ગોળીબાર થયો હતો. જેમાં આત્‍મ સમર્પણ કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં આતંકવાદીઓએ હુમલો કરતા ર આતંકવાદીને ઠાર મારવામાં આવ્‍યા છે.

આ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂગોળો શષાો  જપ્ત કરાયા છે.

(5:29 PM IST)