તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
બ્રિટનથી પરત મંગાવેલ 100 ટન સોનાનો ઉપયોગ સ્થાનિક સ્તરે સોનાની કિંમતોને વધતી અટકાવવા કરી શકાશે
સ્થાનિક સ્તરે એક મજબુત બુલિયન માર્કેટ વિકસીત કરવામાં મદદ કરી શકાશેઃ સોનાના ભંડાર વિદેશ મોકલવાની જરૂર નહીં પડે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાકીય વર્ષ 2024માં 100 ટન સોનું UK પાસેથી પરત મંગાવ્યું છે અને તેને પોતાના ભંડારમાં સામેલ કર્યું છે. વિદેશી હૂંડિયામણ સંકટનો સામનો કરવા માટે RBIએ ગોલ્ડને વર્ષ 1991માં બ્રિટન પાસે ગિરવે મૂક્યું હતું. આ પ્રથમ વખત છે કે જ્યારે 100 ટન સોનું વિદેશથી RBI એ પોતાના ભંડારમાં ટ્રાન્સફર કર્યું છે. બિઝનેસ ટુડેના અહેવાલ પ્રમાણે આગામી મહિનામાં ફરી વખત આટલા જ પ્રમાણમાં સોનાને દેશમાં લાવવામાં આવી શકે છે.
ભારતીય રિઝર્વ બેન્ક અડધાથી વધારે ગોલ્ડ સ્ટોર વિદેશમાં બેંક ઓફ ઈગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે રાખે છે. જોકે તેનો ત્રીજો ભાગ ભારતમાં રાખવામાં આવેલ છે. આ સંજોગોમાં વિદેશથી ભારત 100 ટન સોનું શા માટે પરત મંગાવ્યું અને તેનો ભારતને શું ફાયદો થશે.
RBI પોતાનું સોનું વિદેશમાં શા માટે રાખે છે?
વર્ષ 1990-91ના વિદેશી હૂંડિયામણ સંકટ સમયે ભારતે 405 મિલિયન ડોલર લોન લેવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડને પોતાના સોનાનો એક મોટો હિસ્સો ગિરવે આપ્યો હતો. જોકે નવેમ્બર 1991 સુધી લોન ચુકવી આપી હતી, પણ RBIએ લોજિસ્ટીક કારણથી ગોલ્ડને UKમાં જ રાખવાનો વિકલ્પ અપનાવ્યો. વિદેશમાં રાખવામાં આવેલ સોનાનો કારોબાર, સ્વેપ અને રિટર્ન માટે કરી શકાય છે. RBI ઈન્ટરનેશનલ માર્કેટથી પણ સોનું ખરીદે છે, જેથી સરળતાથી લેવડ-દેવડના વ્યવહારમાં ઉપયોગ કરી શકાય.
RBIએ શા માટે પાછું મંગાવ્યું સોનું
છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક દેશો વચ્ચે ભૂ-રાજકીય તણાવની સ્થિતિ વધી છે. જેને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો રિઝર્વ કરીને જોખમભર્યું હોઈ શકે છે. ખાસ કરીને પશ્ચિમી દેશો તરફથી રશિયાની સંપત્તિઓને ફ્રીઝ કરવાથી વિદેશોમાં રહેલી સંપત્તિ સુરક્ષાને લઈ ચિંતાજનક બની છે. બ્રિટનથી પરત સોનુ લાવવા માટે RBIએ તાજેતરમાં જ જે પગલું ભર્યું છે તે આ પ્રકારની ચિંતાને ધ્યાનમાં રાખી લીધેલુ છે.
RBI આ સોનાનું શું કરશે
RBI સરકાર સાથે ચર્ચા વિચારણા સાથે સ્થાનિક સ્તર પર રાખવામાં આવેલ સોનાનો ઉપયોગ સ્થાનિક સ્તરે સોનાની કિંમતોને વધતી અટકાવવા કરી શકે છે. ખાસ કરીને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જેવા રોકાણની ઉચ્ચ માંગને જોતા મધ્યસ્થ બેંક આ પગલું ભરી શકે છે. તે સ્થાનિક સ્તરે એક મજબૂત બુલિયન માર્કેટ વિકસિત કરવામાં મદદ કરી શકે છે,જેથી સોનાના ભંડાર વિદેશ મોકલવાની જરૂર ન પડે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
