<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

તાજ એક્સપ્રેસની બે બોગી આગ: ધુમાડાના ગોટા જોઈને મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડયા

તુગલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસની બે બોગીમાં આગ લાગી:તમામ મુસાફરો સુરક્ષિત: 6 ફાયર ટેન્ડર ઘટના સ્થળે

નવી દિલ્હી. તુગલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસની બે બોગીમાં આગ લાગી છે. ઉત્તર રેલવેના સીપીઆરઓએ માહિતી આપી છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે. ઘટનાસ્થળે કુલ 6 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા છે. ડીસીપી રેલ્વેએ કહ્યું કે કોઈ વ્યક્તિને કોઈ ઈજા કે નુકસાન થયું નથી.

(6:37 PM IST)