તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા: સર્ચ ઓપરેશન ચાલુ
આતંકવાદીઓએ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરતા અથડામણ

શ્રીનગર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના નિહામા વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. કાશ્મીર આઈજીના જણાવ્યા અનુસાર વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ અથડામણ ત્યારે થઈ જ્યારે આતંકવાદીઓએ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળો પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
