<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

કોલ્હાપુરમાં બેકાબુ ઝડપી કારે બાઇકસવારોને ઉલાળ્યા: બે લોકોના ઘટનાસ્થળે મોત : જુઓ અકસ્માતનો વીડિયો

અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ: ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સોમવારે એક ઝડપી કારે ચાર લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો

   મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સોમવારે એક ઝડપી કારે ચાર લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે  ગભરાટ ફેલાયો હતો.

 વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો કોલ્હાપુરના એક વ્યસ્ત ચોક પર જઈ રહ્યા છે. ત્યારે પાછળથી આવતી એક બેકાબૂ કારે ચાર લોકોને ટક્કર મારી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય બાઈકર્સ હવામાં કેટલાય મીટર સુધી ઉડી ગયા. ગાડી ચોકડી સાથે અથડાઈ અને પલટી ગઈ.

(8:10 PM IST)