તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
હિંડનબર્ગ રિપોર્ટનો આંચકો પચાવી અદાણી અડીખમ :કંપનીમાં લાલચોળ તેજી: ગ્રુપનું માર્કેટ કેપ રૂપિયા 20 લાખ કરોડે પહોંચ્યું
અદાણી પોર્ટ્સના શેર 10.62 ટકા ઉછળી રૂપિયા 1,590 પર બંધ,. અદાણી એન્ટરપ્રાઈસિસના શેર 7.29 ટકા વધી રૂપિયા 3,660.10 રહ્યો , અદાણી પાવર 16.17 ટકા વધી રૂપિયા 895.85ની સપાટી બનાવી

મુંબઈ :લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવામાં હવે એક દિવસનો સમય બાકી છે. 4 જૂનના રોજ હવે નક્કી થશે કે આગામી સરકાર કોની બનશે. અલબત 1લી જૂનના રોજ આવેલ એક્ઝિટ પોલ્સને જોઈએ તો લગભગ સૌનો એક સમાન મત છે કે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ સરકાર યથાવત રહી શકે છે.
દરમિયાન એક્ઝિટ પોલ બાદના કામકાજના પહેલા દિવસે આજે ભારતીય શેરબજારમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળની અદાણી કંપનીઓના શેરોમાં આજે તોફાની તેજી જોવા મળી હતી. અને તેને પગલે ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 2 લાખ કરોડના આંકડાને પાર કરી રહ્યું છે, જે હિંડનબર્ગ અહેવાલ અગાઉનું લેવલ છે. એટલે કે અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિપોર્ટ બાદ જે જંગી નુકસાન થયું હતું તે લગભગ ભરપાઈ થઈ ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રુપ સામે જે રિપોર્ટ આવ્યો હતો તેને પગલે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં અસાધારણ ઘટાડો થયો હતો અને તમામ એન્ટીટીઝે કૂલ 100 અબજ ડોલર જેટલું જંગી નુકસાન થયું હતું. અલબત સેબીની તપાસ બાદ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ આ ગ્રુપ કંપનીઓના શેરોમાં ચમક ધીમે ધીમે પરવાની શરૂઆત થઈ હતી.
આજે એટલે કે 3 જૂનના રોજ અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીનું કૂલ માર્કેટ કેપ 20.01 લાખ કરોડ એટલે કે 20.01 ટ્રીલિયન રૂપિયાના આંકડાને પાર થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24 જાન્યુઆરી,2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના શેરો સામે કરેલા ખુલાસા બાદ આ 10 લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 19.20 લાખ કરોડ હતું.
અદાણી પોર્ટ્સના શેરના ભાવમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો. કંપની આજે ટોપ ગેનર્સની યાદીમાં રહી. અદાણી પોર્ટ્સના શેર 10.62 ટકા ઉછળી રૂપિયા 1,590 પર બંધ રહ્યો. અદાણી એન્ટરપ્રાઈસિસના શેર 7.29 ટકા વધી રૂપિયા 3,660.10 રહ્યો હતો. આ ઉપરાંત અદાણી પાવર 16.17 ટકા વધી રૂપિયા 895.85ની સપાટી બનાવી હતી.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
