<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ અને બ્રિજેશ પાઠકે મુખ્ય ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી

સપા અને કોંગ્રેસ પર વાતાવરણ બગાડવાનો આરોપ લગાવ્યો: કાર્યવાહી કરવા રજૂઆત

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેપી મૌર્યએ કહ્યું, "અમે ફરિયાદ કરી છે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ કેવી રીતે રાજ્યમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મતોની નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ગણતરી થવી જોઈએ. સમાજવાદી પાર્ટીના નેતાઓ તોફાનીઓની ભાષા બોલી રહ્યા છે. અમે કમિશન પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

  આ સિવાય ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે, "અમે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં રમખાણો ભડકાવવાના પ્રયાસ કરવા બદલ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરી છે." તેમની સામે તપાસ થાય તે માટે અમે મુખ્ય ચૂંટણી અધિકારીને અપીલ કરી છે કે મતગણતરી શાંતિપૂર્ણ રીતે થાય.

(8:47 PM IST)