<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

૭ મિનિટમાં દિલ્હીથી ગુરુગ્રામ પહોંચી જવાશે

વંદે ભારત બાદ હવે એર ટેક્સીઃDGCAએ અર્બન એર મોબિલિટી પ્રોજેક્ટ પર કામ શરૃ કર્યું

નવી દિલ્હી, તા.૩

સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશને એર ટેક્સીની ભેટ ટૂંક સમયમાં મળવા જઈ રહી છે. DGCAએ અર્બન એર મોબિલિટી પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૃ કરી દીધુ છે. જોકે, સરકાર દ્વારા આ અંગે સત્તાવર કંઈ કહેવામાં નથી આવ્યું. ૨૦૨૬માં દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં એર ટેક્સી શરૃ કરવામાં આવશે, ત્યારબાદ ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા અન્ય શહેરો પણ શરૃ થશે.

એક અહેવાલ પ્રમાણે ડ્ઢય્ઝ્રછએ દેશમાં એર ટેક્સીની ઉડાન અંગે રોડમેપ તૈયાર કરવા માટે તકનીકી સમિતિઓનું ગઠન કર્યું છે. ઈ-વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એટલે કે, eVTOL સાથે સબંધિત નિયમો તૈયાર કર્યા બાદ Indigoની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (IGE) ઈન્ફ્રા અંગે કામ શરૃ કરી દેશે. ૈંય્ઈ  અમેરિકી એર ટેક્સી કંપની આર્ચર એવિએશન સાથે મળીને કામ કરવા જઈ રહી છે.  DGCA એર ટેક્સી સાથે સબંધિત અલગ-અલગ પાસાઓની જાણકારી એકત્ર કરવા માટે અનેક પેનલની રચના કરી છે. તેમાં એર નેવિગેશન, કયા રૃટ પર એર ટેક્સી કામ કરશે, સુરક્ષા અને વર્ટિપોર્ટ્સ સાથે જોડાયેલા સ્ટાન્ડર્ડસ સામેલ છે. ભારતમાં એર ટેક્સી સાથે સબંધિત તમામ કામ વર્ષ ૨૦૨૬ સુધીમાં પૂરા થઈ જશે.

અહેવાલ પ્રમાણે એર ટેક્સીની શરૃઆત  દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં વર્ષ ૨૦૨૬ સુધીમાં થઈ જશે. ત્યારબાદ ચેન્નાઈ અને હૈદરાબાદમાં આ સેવાની શરૃઆત થશે. આર્ચર્સના CEO નિખિલ ગોયલે જણાવ્યું કે, એર ટેક્સીનું ભાડું કેબ સર્વિસ Uber કરતા થોડું જ વધારે હશે. ઉદાહરણ તરીકે દિલ્હીથી ગુડગાંવ જવામાં Ubeનિું ભાડું  રૃ. ૧,૫૦૦થી ૨,૦૦૦ થાય છે. એર ટેક્સીમાં (પ્રતિ પેસેન્જર) ૧.૫% થશે અને તે ૨,૦૦૦થી ૩,૦૦૦ સુધી જઈ શકે છે. મહત્વની વાત એ છે કે, એર ટેક્સીની મદદથી યાત્રી દિલ્હીથી ગુડગાંવનું અંતર માત્ર ૭ મિનિટમાં કાપી શકશે. તેનો એક રૃટ બાંદ્રાથી કોલાબા પણ હોઈ શકે છે.

(9:47 PM IST)