તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
ત્રીજી વખત પીએમ બનીને મોદી ઘણા રેકોર્ડ તોડશે :અનેક રેકોર્ડ પોતાના નામે બનાવશે
ત્રીજીવખત પીએમ પદના શપથ , ત્રીજી વખત એક જ સીટ પર વિજેતા થવાના રેકોર્ડ સહીત અનેક વિક્રમ સર્જી શકે

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલમાં લગભગ જાહેર કરવામાં આવ્યું છે કે 4 જૂને મોદી 3.0 એટલે કે મોદી ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. જો 4 જૂને મતગણતરીમાં ભાજપને બહુમતી મળે છે, તો મોદી ચોક્કસપણે ઈતિહાસ રચશે અને નેહરુ પછી સૌથી વધુ શપથ લેનારા પીએમ બનશે. તે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કરશે.
આવું થશે કે જનતાના મનમાં કંઈક બીજું છે? આ તમામ સવાલોના જવાબ 4 જૂને મતગણતરી બાદ જાણી શકાશે. પરંતુ જો એક્ઝિટ પોલના આંકડા સાચા હોય તો એવા ઘણા રેકોર્ડ છે જે વડાપ્રધાન આ ત્રીજી ટર્મમાં પોતાના નામે કરતા જોવા મળી રહ્યા છે.
આપણે એક્ઝિટ પોલમાં જોયું તેમ, NDAએ 400નો આંકડો પાર કરી લીધો છે. તેથી, એ ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે કે, ભારતના રાજકીય ઈતિહાસમાં કોઈપણ પક્ષે આ આંકડો માત્ર એક જ વાર પાર કર્યો છે, જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 414 બેઠકો કબજે કરી હતી.
તે સમયે 514 બેઠકો પર મતદાન થયું હતું જેમાં કોંગ્રેસે 414 બેઠકો જીતી હતી અને રાજીવ ગાંધીએ પીએમ તરીકે શપથ લીધા હતા. એવું માનવામાં આવે છે કે ઈન્દિરાના મૃત્યુથી કોંગ્રેસ પાર્ટીને ફાયદો થયો અને પછી તેને જે પણ વોટ મળ્યા તે સહાનુભૂતિના કારણે મળ્યા. તમને જણાવી દઈએ કે તે ચૂંટણીમાં કોંગ્રેસે ન માત્ર મોટી સંખ્યામાં સીટો જીતી હતી પરંતુ તેનો વોટ શેર પણ કોઈપણ અન્ય પાર્ટી કરતા ઘણો વધારે હતો. જે 48. 12% હતો.
જેમાં પીએમ મોદી અને રેકોર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પીએમ મોદી ત્રીજી વખત એક જ સંસદીય સીટ જીતીને પીએમ બનવાનો રેકોર્ડ બનાવશે. ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી તેઓ ત્રીજી વખત સત્તામાં રહેનારા ભારતના બીજા વડા પ્રધાન પણ હશે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
