તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
મોડીરાત્રે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા : રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2 માપવામાં આવી
ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 176 કિલોમીટર નીચે : અસર એપી સેન્ટરથી 76.98 કિલોમીટર સુધી જોવા મળી

નવી દિલ્હી ;ભારતના સરહદી વિસ્તાર લદ્દાખમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, સોમવારે રાત્રે 10.16 વાગ્યે લેહ, લદ્દાખમાં ભૂકંપ આવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 176 કિલોમીટર નીચે હતું. અસર એપી સેન્ટરથી 76.98 કિલોમીટર સુધી જોવા મળી હતી.
આ પહેલા શનિવારે સોનભદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે બપોરે 3.49 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 3.9 હતી. ભૂકંપનું કેન્દ્ર ચુર્ક અને માર્કુંડી વચ્ચે પૃથ્વીની સપાટીથી દસ કિલોમીટર નીચે હતું.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
