<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

કેજરીવાલ 48 ડિગ્રી તાપમાનમાં કુલર વિના અંધારકોટડીમાં:અતીશીનો આરોપ

આતિશીએ કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આ ગરમીમાં કુલર પણ આપવામાં આવી રહ્યું નથી. હું બીજેપી અને દિલ્હીના એલજીને પૂછવા માંગુ છું કે તેઓ કેટલા નીચા જશે?

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે. સીએમ કેજરીવાલ જેલમાં ગયા બાદ હવે દિલ્હી સરકારના મંત્રી આતિષીએ બીજેપી પર વધુ એક મોટો આરોપ લગાવ્યો છે.

 આતિશીએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં કુલર આપવામાં આવ્યું નથી. આતિશીએ કહ્યું, 'ભાજપે અરવિંદ કેજરીવાલની નકલી કેસમાં ધરપકડ કરી છે. રવિવારે અરવિંદ કેજરીવાલે આત્મસમર્પણ કર્યું અને જેલમાં ગયા. પરંતુ ભાજપ શાસિત કેન્દ્ર સરકારને હજુ પણ શાંતિ મળી નથી. અરવિંદ કેજરીવાલને એવા સેલમાં રાખવામાં આવ્યા છે જ્યાં કુલર પણ નથી

   આ સમયે, જ્યારે દિલ્હીમાં તાપમાન 48 ડિગ્રી અને 50 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, ત્યારે તિહારમાં ખતરનાક ગુનેગારોને પણ કુલર આપવામાં આવી રહ્યા છે, પરંતુ દિલ્હીના પ્રખ્યાત સીએમ અરવિંદ કેજરીવાલને આ ગરમીમાં કુલર પણ આપવામાં આવી રહ્યું નથી. હું બીજેપી અને દિલ્હીના એલજીને પૂછવા માંગુ છું કે તેઓ કેટલા નીચા જશે?

(12:20 AM IST)