<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

દિગ્વિજયસિંહે કહ્યું - જો ભાજપ 300ને પાર કરે તો તેને EVM વોટ ગણો, જનતાના વોટ નહીં

દિગ્વિજય સિંહે અગાઉ પણ EVM, VVPAT સ્લિપ અને સિમ્બોલ લોડિંગ યુનિટ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા

 

દિગ્વિજય સિંહે શંકા વ્યક્ત કરી હતી કે જો ભાજપને 300થી વધુ બેઠકો મળે છે તો તે ઈવીએમના કારણે છે નહિ કે જનતાએ તેમની તરફેણમાં મતદાન કર્યું છે

   પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ફરી એકવાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જો જનતાએ વોટ આપ્યો છે તો તેમને (ભાજપ) બહુમતી નથી મળી રહી. જો ભાજપ 300નો આંકડો પાર કરે તો તે જનતાનો મત નથી, ઈવીએમનો મત છે. કોંગ્રેસે જે 295 બેઠકોનો દાવો કર્યો છે તે સાચો છે

 અત્રે  ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહ પહેલા પણ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે ડમી ઈવીએમથી મતદાનમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો


 

(12:23 AM IST)