<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

'100 ટકા ફ્રૂટ જ્યૂસ'ના દાવા કરતી કંપની સામે FSSAIની લાલઆંખ :ગેરમાર્ગે દોરતી જાહેરાતોમાંથી માહિતી હટાવો!

તમામ FBOએ 1લી સપ્ટેમ્બર અગાઉ તમામ વર્તમાન પ્રી-પ્રિન્ટેડ પેકિજિંગ મટેરિયલને ખતમ કરવા આદેશ: રેગ્યુલેશન 2018 પ્રમાણે, 100 ટકા દાવા કરવાની કોઈ જોગવાઈ નથી.

નવી દિલ્હી :ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આદેશ આપીને તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBO)ને રિકન્સ્ટીટ્યુટેડ ફ્રૂટ જ્યુશના લેબલ તથા જાહેરાતોમાંથી '100 ટકા ફ્રૂટ જ્યૂસ'ના કોઈ પણ પ્રકારના દાવાને તાત્કાલિક અસરથી હટાવવા કહ્યું છે.

તમામ FBOએ 1લી સપ્ટેમ્બર 2024 અગાઉ તમામ વર્તમાન પ્રી-પ્રિન્ટેડ પેકિજિંગ મટેરિયલને ખતમ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

FSSAIના ધ્યાનમાં આવ્યું છે કે અનેક ફૂડ બિઝનેસ ઓપરેટર્સ અનેક પ્રકારના Reconstituted ફ્રૂટ ડ્યુસનું ખોટી રીતે માર્કેટીંગ કરી રહ્યા છે, અને દાવો કરે છે કે 100 ટકા ફ્રુટ જ્યુસ છે. તપાસ બાદ FSSAI એ નિષ્કર્ષ પર પહોંચેલ છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (માર્કેટીંગ અને દાવાઓ) રેગ્યુલેશન 2018 પ્રમાણે, 100 ટકા દાવા કરવાની કોઈ જોગવાઈ નથી.
અનેક માહિતીમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, ખાસ કરીને એવી પરિસ્થિતિમાં કે જ્યાં ફ્રુટ જ્યુસનું મુખ્ય ઈંગ્રીડિએન્ટ પાણી અને પ્રાઈમરી ઈંગ્રીડિએન્ટ, જેમના દાવા કરવામાં આવે છે, તે ફક્ત મર્યાદિત પ્રમાણમાં જ હોય છે, એટલે કે જ્યારે ફ્રૂટ જ્યુસને પાણી અને ફ્રુટ કોન્સેટ્રેટ્સ અથવા અન્ય ઘટકો સાથે પૂરક સ્થિતિમાં હોય છે.

પુનઃગઠીત ફ્રુટ જ્યુસને 100 ટકા ફ્રુટ જ્યુસ સ્વરૂપમાં માર્કેટીંગ અને વેચાણ સંબંધિત રજૂ સ્પષ્ટીકરણમાં FBOને યાદ અપાવવામાં આવે છે કે તેમણે ફ્રુટ સિક્યોરિટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન, 2011ના સબ-રેગ્યુલેશન 2.3.6 અંતર્ગત નિર્દિષ્ટ ફળોના રસને લગતા માપદંડોનું પાલન કરવું જરૂરી છે.

( IST)