તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
મતગણતરીના ટૂંકમાં સમાચાર

સવારે 9:00 વાગ્યે
છેલ્લા અહેવાલ મુજબ ન્યુઝપેસ્ટ જણાવે છે કે એનડીએ ૩૦૧ ઇન્ડિયા ગઠબંધન ૧૮૯ અને અન્ય ૨૩ બેઠકો ઉપર આગળ છે
જામનગરમાં ભાજપના પૂનમબેન માડમ 9 વાગ્યે 3840 મત એ પાછળ છે
પોરબંદર અને રાજકોટમાં ભાજપ આગળ છે.
બીજા રાઉન્ડના અંતે ગાંધીનગર બેઠક ઉપર ભાજપના અમિતભાઈ શાહ ૮૦,૦૦૦ મતે આગળ છે સવારે ૮.૫૫ વાગે..
સવારે ૮.૫૫ વાગે ચૂંટણી પંચ કહે છે કે ગુજરાતમાં ભાજપ ૧૬ બેઠક ઉપર અને કોંગ્રેસ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાની ૩ બેઠકો ઉપર આગળ છે.
સવારે ૮.૪૯ વાગ્યે
ગુજરાતમાં જામનગરની બેઠક ઉપરથી પૂનમબેન માડમ ૩૮૦૦ મતે પાછળ રહી ગયા
પુરુષોત્તમ રૂપાલા ૧૬૦૦૦ મતે આગળ:
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ છે,
સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ છે.
મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકર આગળ છે.
કોંગ્રેસના લલિત વસોયા પણ પોરબંદરમાં આગળ હોવાનું ન્યૂઝ ૧૮ જણાવે છે
જૂનાગઢ, પાટણમાં પણ કોંગ્રેસના ઉમેદવાર આગળ હોવાનું ન્યૂઝ ૧૮ જણાવે છે
ગાંધીનગરની બેઠક ઉપર ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ૩૫૦૦૦ મતે આગળ છે.
ગુજરાતમાં ૨૬ માંથી ૨૧બેઠકો ઉપર ભાજપ અને ૫ બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે: ભાજપને એક બેઠક બિનહરીફ મળી ગઈ છે*
સવારે ૧૦.૦૭ મિનિટે
ભાજપના એનડીએ મોરચાને ૩૦૧ બેઠકો ઉપર લીડ મળી છે * કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને ૨૧૦ બેઠકો ઉપર લીડ મળી છે * જ્યારે અન્ય પક્ષો ૪૦ બેઠકો ઉપર આગળ છે *
વારાણસીમાં નરેન્દ્ર ભાઈ ૯૦૦૦ મતે આગળ છે
ગુજરાતમાં નવસારી બેઠક ઉપર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ૭૨ હજાર મતથી, બનાસકાંઠાથી ભાજપના રેખાબેન ચૌધરી આગળ છે, તો જુનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમા હીરાભાઈ જોટવાથી આગળ નીકળી ગયા છે, જ્યારે જામનગર બેઠક ઉપર પૂનમબેન માડમ ૨૬૦૦૦ મતથી આગળ છે
રાજસ્થાનમાં સવારે ૧૦ સુધીના મળતા અહેવાલો મુજબ ભાજપને મોટો ઝટકો પડ્યો છે, નવ બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે
આંધ્ર વિધાનસભામાં ભાજપ અને ચંદ્ર બાબુ નાયડુનો મોરચો ૧૧૮ બેઠકો ઉપર આગળ, જ્યારે શાસક વાયએસઆરસીપી પાર્ટી માત્ર ૧૯ બેઠક ઉપર આગળ છે
ઓડિસ્સા વિધાનસભામાં ભાજપ ૨૯ બેઠકો ઉપર તો નવીન પટનાયકનો બીજેડી ૧૬ બેઠકો ઉપર કોંગ્રેસ ૪ અને અન્ય ૨ બેઠકો ઉપર આગળ છે
સવારે ૧૦ વાગ્યે
વારાણસીની બેઠક ઉપર નરેન્દ્રભાઈ મોદી ફરી આગળ નીકળી ગયા છે
ગાંધીનગરની બેઠક ઉપર અમિતભાઈ શાહ ની ગાડી ટોપ ગિયરમાં, ૨.૨૫ લાખ મતોથી આગળ
ગુજરાતમાં હવે ૧૦.૦૫ વાગ્યે ભાજપ તમામ બેઠકો ઉપર આગળ હોવાના અહેવાલો મળે છે.
અમરેલીમાં ભાજપના ભરત સુતરીયા ૨૩,૦૦૦ મતથી આગળ છે
જામનગરની બેઠક ઉપર ભાજપના પૂનમબેન માડમ ૧૩૦૦૦ મતે અને ભાવનગરમાં નિમુબેન બાંભણિયા આગળ નીકળી ગયા.
સૌરાષ્ટ્ર કચ્છની તમામ આઠ બેઠકો અને વિધાનસભાની બે બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો સારી એવી લીડથી આગળ છે
પોરબંદરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના મનસુખભાઈ માંડવીયા ૫૫,૦૦૦ મતે આગળ છે
પંજાબમાં કોંગ્રેસ-૮ અને આપ બે બેઠક ઉપર આગળ છે
હરિયાણામાં ભાજપ-ચાર કોંગ્રેસ પાંચ અને આપ એક બેઠક ઉપર આગળ છે
ઉત્તરાખંડની તમામ પાંચ બેઠક ઉપર ભાજપ આગળ
ઓડિશા વિધાનસભામાં ૨૧ બેઠક ઉપર ભાજપ અને સત્તાધારી નવીન પટનાયકનો બીજેડી માત્ર ૧૦ બેઠક ઉપર આગળ છે
દીવ દમણ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ૫૦૦૦ મતથી આગળ છે
લખનઉથી ભાજપના રાજનાથ સિંહ આગળ છે
ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા મોરચો બેઠક ઉપર અને ભાજપનો એનડીએ મોરચો બેઠક ઉપર આગળ છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ નો દબદબો જોવા મળે છે.
સવારે ૯.૨૬ વાગે
શેરબજારમાં આજે પ્રારંભે ૧૬૦૦ પોઇન્ટ નો કડાકો બોલ્યો છે નીફ્ટી ૪૦૦ પોઈન્ટથી નીચે છે
યુપીમાં અખિલેશ યાદવ નો સમાજવાદી પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને ૩૨ બેઠકો ઉપર આગળ છે જ્યારે કોંગ્રેસ બેઠકો ઉપર આગળ છે. અત્યારની સ્થિતિએ ઇન્ડિયા ગઠબંધન ૩૮ અને ભાજપનો એનડીએ મોરચો ૩૭ બેઠક ઉપર આગળ છે.
ગુજરાતમાં ૨૫ માંથી ૬ સીટ ઉપર કોંગ્રેસ અને ૧૯ બેઠક ઉપર ભાજપ આગળ છે
ગુજરાત સમાચાર કહે છે ભારતમાં કુલ ૫૪૩ બેઠકમાંથી ભાજપનો એનડીએ ૨૫૮ બેઠક ઉપર જ્યારે કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન ૧૮૨ બેઠક ઉપર આગળ છે
મહારાષ્ટ્રમાં ભાજપનો એનડીએ ૨૫ બેઠક ઉપર જ્યારે ઇન્ડિયા મોરચો ૨૦ બેઠક ઉપર આગળ છે. એકનાથ સિંદેના શિવસેના જૂથ માત્ર એક બેઠક ઉપર આગળ છે.
અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ ૧૧૨૦૦ મતથી આગળ
હિમાચલનના મંડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અભિનેત્રી કંગના રણોત ૨૦૦૦ મતથી આગળ
સવારે 9:30 કલાકે
ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન ૪૦ બેઠકો ઉપર આગળ નીકળી ગયેલ છે
રામ જન્મભૂમિ અયોધ્યામાં ભાજપના ઉમેદવાર લલ્લુસિંહ ૬૦૦ મતથી પાછળ છે
રાજકોટની બેઠક ઉપર ભાજપના પુરુષોત્તમ રૂપાલા ૫૪૦૦૦ માટે આગળ છે
૯.૨૫ વાગ્યે દિલ્હીની તમામ સાત બેઠક ઉપર ભાજપ આગળ નીકળી ગયું છે
જામનગરની બેઠક ઉપર પણ ભાજપના પૂનમબેન માડમ ૬૦૦૦ મતે આગળ થયા
ગુજરાતની ૪ બેઠક ઉપર કોંગ્રેસ અને ૨૧ બેઠક ઉપર ભાજપ આગળ છે
હરિયાણામાં ૧૦ માંથી ભાજપ છ ઉપર કોંગ્રેસ ત્રણ અને આપ એક બેઠક ઉપર આગળ છે
મધ્યપ્રદેશમાં ભાજપ ૨૩ બેઠક ઉપર અને કોંગ્રેસ ચાર બેઠક ઉપર આગળ છે અહીં કુલ ૨૯ બેઠકો છે
સવારે ૯.૦૨ કલાકે
પ્રથમ રાઉન્ડના અંતે જામનગર બેઠક ઉપર ભાજપના પૂનમબેન માડમ કોંગ્રેસના ઉમેદવારથી ૭૦૦૦ મતે પાછળ રહી ગયા છે
ગુજરાતની કુલ ૨૬ બેઠકોમાંથી ૨૫ ઉપર ચૂંટણી થઈ છે એક બેઠક ઉપર ભાજપ બિનહરીફ ચૂંટાયેલ છે જેમાં પાંચ બેઠકો ઉપર કોંગ્રેસ અને ૨૦ બેઠકો ઉપર ભાજપ આગળ છે
પાંચમા રાઉન્ડના અંતે રાજકોટની બેઠક ઉપર ભાજપના પુરુષોત્તમ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતા ૧૯૯૪૬ મતથી આગળ છે. રૂપાલાજીને ૩૪૧૫૮ અને કોંગ્રેસના પરેશભાઈને ૧૪૨૧૨ મત મળ્યા હોવાનું અમિત જોશી જણાવે છે
કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા ૭૦૦૦ મતે આગળ છે વડોદરામાં ભાજપના હેમાંગ જોશી આગળ છે
સવારે ૯.૧૦ કલાકે
ગાંધીનગર બેઠક ઉપર ભાજપના અમિતભાઈ શાહ ૧ લાખ મતથી આગળ છે
સૌરાષ્ટ્રની જૂનાગઢ બેઠક ઉપર કોંગ્રેસના હીરાભાઈ જોટવા ૫૭૦૦ મતથી આગળ છે
સાબરકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના તુષાર ચૌધરી ૧૮૦૦ મતથી આગળ છે
પોરબંદરની વિધાનસભા બેઠક ઉપર ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા આગળ છે
જામનગરમાં ભાજપના પૂનમબેન માડમ ૬૫૦૦ મતે પાછળ છે
કર્ણાટકની ૨૮ માંથી ભાજપ ૧૬ ઉપર, કોંગ્રેસ ૧૧ ઉપર અન્ય ૧ ઉપર આગળ છે,
જ્યારે છત્તીસગઢમાં ૧૧માંથી ભાજપ છ માં કોંગ્રેસ ચાર બેઠક ઉપર આગળ છે
આણંદની બેઠક ઉપર કોંગ્રેસના અમિત ચાવડા ૪૬૨ મતે આગળ છે
ભરૂચ બેઠક ઉપર આપના ચૈતર વસાવા આગળ છે.
દિલ્હીની ૩ બેઠક ઉપર ભાજપ અને ૪ બેઠક ઉપર આપ આગળ છે
પંજાબમાં પાંચ બેઠક ઉપર કોંગ્રેસ અને ચાર બેઠક ઉપર આપ આગળ છે
રાજસ્થાનમાં ૧૪ બેઠક ઉપર એનડીએ અને ૧૦ બેઠક ઉપર ઇન્ડિયા આગળ છે
ગુજરાતમાં કોંગ્રેસ ૪ બેઠકો ઉપર આગળ છે
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પાછળ રહી ગયા
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
