<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સવારે ૧૦.૪૮ કલાકે

ઉત્તર પ્રદેશની લોકસભાની ૮૦ બેઠકમાંથી ૩૫ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો આગળ છે, જ્યારે ૩૪ ઉપર સમાજવાદી પાર્ટી અને ૮ બેઠક ઉપર કોંગ્રેસ તથા ૧ ઉપર અન્ય આગળ છે. આમ સપા અને કોંગ્રેસ મળી ૪૨ બેઠક ઉપર આગળ છે.

મહારાષ્ટ્રમાં ૪૮ બેઠકમાંથી ૧૨ બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો આગળ છે, સાત બેઠક ઉપર શિવસેના સિંદે જુથ આગળ છે, એક બેઠક ઉપર એનસીપી અજીત પવાર જૂથ આગળ છે, ૧૦ બેઠકો ઉપર કોંગ્રેસ અને ૯ બેઠકો ઉપરથી ઉદ્ધવ ઠાકરે જૂથ આગળ છે, ૮ બેઠકો ઉપર એનસીપી શરદ પવાર આગળ છે. આમ ઇન્ડિયા ગઠબંધન ૨૭ બેઠક ઉપર અને એનડીએ મોરચો ૨૦ તથા અન્ય પક્ષના ઉમેદવાર એક બેઠક ઉપર આગળ છે.

શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે મહારાષ્ટ્રની બારામતીની બેઠક ઉપરથી આગળ ચાલી રહ્યા છે. તેઓની ટક્કર તેમના સગાvભાભી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પત્ની સુનેત્રા પવાર સામે છે.

અમેઠી થી ભાજપના સ્મૃતિ ઈરાની ૧૯૦૦૦ મતે પાછળ રહી ગયા છે

રામાયણમાં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવનાર ભાજપના અરુણ ગોવીલ મેરઠથી પાછળ રહી ગયા છે

યુપીના સુલતાનપુરથી ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી મેનકા ગાંધી પણ પાછળ રહી ગયા છે

યુપીમાં ભાજપના મોટા ગજાના ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે

બેંગ્લોર પશ્ચિમમાં ભાજપના તેજસ્વી સુર્યા ૮૮૪૭૦ મતે આગળ છે

રાયબરેલીથી રાહુલ ગાંધી ૫૦૦૦૦ મતે આગળ છે 

(11:08 AM IST)