<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સવારે ૯.૧૦ કલાકે

ગાંધીનગર બેઠક ઉપર ભાજપના અમિતભાઈ શાહ ૧ લાખ મતથી આગળ છે

સૌરાષ્ટ્રની જૂનાગઢ બેઠક ઉપર કોંગ્રેસના હીરાભાઈ જોટવા ૫૭૦૦ મતથી આગળ છે 

સાબરકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના તુષાર ચૌધરી ૧૮૦૦ મતથી આગળ છે

પોરબંદરની વિધાનસભા બેઠક ઉપર ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા આગળ છે 

જામનગરમાં ભાજપના પૂનમબેન માડમ ૬૫૦૦ મતે પાછળ છે 

કર્ણાટકની ૨૮ માંથી ભાજપ ૧૬ ઉપર, કોંગ્રેસ ૧૧ ઉપર અન્ય ૧ ઉપર આગળ છે,

જ્યારે છત્તીસગઢમાં  ૧૧માંથી ભાજપ છ માં કોંગ્રેસ ચાર બેઠક ઉપર આગળ છે 

આણંદની બેઠક ઉપર કોંગ્રેસના અમિત ચાવડા ૪૬૨ મતે આગળ છે 

ભરૂચ બેઠક ઉપર આપના ચૈતર વસાવા આગળ છે.

દિલ્હીની ૩ બેઠક ઉપર ભાજપ અને ૪ બેઠક ઉપર આપ આગળ છે 

પંજાબમાં પાંચ બેઠક ઉપર કોંગ્રેસ અને ચાર બેઠક ઉપર આપ આગળ છે 

રાજસ્થાનમાં ૧૪ બેઠક ઉપર એનડીએ અને ૧૦ બેઠક ઉપર ઇન્ડિયા આગળ છે

ગુજરાતમાં કોંગ્રેસ ૪ બેઠકો ઉપર આગળ છે 

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પાછળ રહી ગયા

(9:20 AM IST)