News of Tuesday, 4th June 2024
અગ્નિકાંડ બાદ ફાયર સેફટીના સાધનોનું વેચાણ વધ્યું પણ ISI માર્કાના લોચા !સાધનોના વેચાણમાં ૫૦ ટકા વધારો પણ બોગસ માર્કા સાથે પણ એકિંસ્ગ્વિશર વેચાયા
ફાયર વિભાગ કે એફએસઓને સાધનોની ગુણવત્તાની નહીં, પરંતુ ફાયર એનઓસીની જ સત્તા છે

નવી દિલ્હી, તા.૪: રાજકોટની અગ્નિકાંડ બાદ સપ્તાહમાં જ ફાયર સેફીટ માટે એકિંસ્ટગ્વિશર (બોટલ) સહિતના સાધનોના વેચાણમાં ૫૦ ટકાનો વધારો થઇ ગયો છે પણ ISI ના માર્કના બહાને થતાં ગરબડ ગોટાળા સામે તંત્રનું કોઇ નિરીક્ષણ જ નહીં હોવાનું ખૂદ વેન્ડરોએ જણાવતા કહ્યું કે, આગની ઘટના બને ત્યારે ફાયર સેફટીના સાધનો નિયમ મુજબ કામ કરે નહીં ત્યારે ગુનેગારો શોધવાના નાટક કરાય છે, તેના બદલે અત્યારે જ બોગસ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી દેવાય તો લોકોના જાનમાલની રક્ષા થઇ શકે છે. હાલ જીવન રક્ષક સાધનોનું વેચાણ કરનાર વેન્ડરો પર સ્થાનિક મ્યુનિ. ફાયર વિભાગ કે FSO દ્વારા સીધું મોનિટરિંગ થતું નથી, માત્ર ફાયર NOC ની સત્તા છે. એટલે બોગસ કંપની પણ ISI માર્કના નામે અગ્નિશામક બોટલનું વેચાણ કરીને ધંધો કરે છે.
કેટલાક વેન્ડરોએ કહ્યું કે, ૧૫૬૮૩ ગુણવત્તા માર્કા હેઠળ એકિંસ્ટગ્વિશરનું વિવિધ કંપની દ્વારા વેચાણ થાય છે, જેમાં ૬ કિ.ગ્રા. પાવડર એબીસી ટાઇપ સ્ટોર પ્રેશરની બોટલના રૂ.૧,૨૦૦થી લઇ ૨૬૦૦, CO2 ટાઇપ ૪.૫ કિ.ગ્રા. કેપેસિટીવાળી બોટલના ૩,૨૦૦થી લઇ ૫૦૦૦ અને વોટર CO2 ટાઇપ ૯ લીટર કેપેસીટીની બોટલના ૮૦૦થી લઇ ૧,૭૦૦ સુધીની અલગ અલગ કિંમત વસૂલાય છે. જેમાં કેટલાક તો બોગસ માલ પધરાવે છે, આવા સસ્તા એકિંસ્ટગ્વિશરની અંદર સંઘજીરૂ અને ચૂનો પાવડર હોવાનું ખૂદ વેન્ડરોના જ ધ્યાનમાં આવ્યું છે. સરકાર તંત્રની પૂરતી નજર નહીં હોવાથી બોગસ વેન્ડરોને મોકળું મેદાન મળ્યું છે.(૨૩.૪)
સસ્તી બોટલમાં વચ્ચે કાંટો રાખવા આવી કારીગરી થાય છે
એક્સ્ટીંગ્યુસર (બોટલ) ઉપર બે બાજુ લાલ અને વચ્ચે લીલા કલરનું માર્કીંગ હોય છે. વચ્ચે લીલા કલર પર કાંટો હોય તો એકિંસ્ટગ્વિશર યોગ્ય છે. લાલ બાજુ હોય તો પ્રેશર ઓછું છે અને જમણીબાજુના લાલ તરફ જાય તો પ્રેશર વધી જાય છે. જેથી કેટલાક બોગસ વેન્ડરો ઉપરની બાજુએ કાચ તોડીને ફેવિસ્ટિકથી લીલા માર્કીંગમાં કાંટો વચ્ચે ચોંટાડે છે. આ પછી નવો કાચ અને બોટલ પર વેસેલીન લગાવી બોટલ ચમકાવીને લોકોને બોગસ માલ પધરાવાય છે.
અન્ય રાજ્યોમાંથી આવતા માલની કળત્રિમ અછત ઊભી કરાઇ
ફાયર સેફટીના સાધનો રાજકોટ, દિલ્હી, મુંબઇ અને પંજાબથી આવે છે. માલ પૂરતા પ્રમાણમાં આવતો હોવા છતાં કેટલાક વેન્ડરોએ વધુ નફો કમાવવાના હેતુથી માલની કળતિમ અછત ઊભી કરી હોવાનું વેપારીઓ માને છે. હાલ ઓર્ડર નોંધી જાય છે અને પછી અછત હોવાનું કહી સપ્તાહથી ૧૦ દિવસ પછી બોટલ મુકી જાય છે. હવે બોટલમાં પાવડરથી લઇ તમામ સિસ્ટમ યોગ્ય છેકે, નહીં, તેની ચકાસણી વેપારી કરવાના નથી. આવા પ્રવાહમાં સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરવી જોઇએ.(૨૩.૪)
બિલ વગર ફાયર સેફટીના સાધનો લેવા હિતાવહ નથી
ફાયર સેફટીના સાધનોનું વેચાણ કરનાર કેટલીક કંપનીઓ જીએસટી નહીં લઇ બિલ વગર રોકડામાં માલ આપે છે. ફાયર અધિકારીઓએ કહ્યું કે, બિલ વગર ફાયર સેફટીના સાધનો લેવા હિતાવહ નથી. ૬ કિ.ગ્રામના પાવડર એબીસી ટાઇપ બોટલમાં ૧૦૦ નંગ પર ૧૦ નંગ મફત અપાય છે. ગુણવત્તા પ્રમાણે ખરેખર પોસાય તેમ નથી. આમ છતાં તંત્રની રહેમ નજર હેઠળ લોકો ખરીદી કરે છે. આવા લોકો થોડાક પૈસા બચાવવા જતાં આગની સામાન્ય ઘટનામાં મોટા દંડના ભોગ બની શકે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
