News of Tuesday, 4th June 2024
ઉત્તર પ્રદેશમાં સવારે ૧૦.૨૦ વાગે મળતા અહેવાલો મુજબ ભારતીય જનતા પક્ષના ઉમેદવારો હવે ૩૮ બેઠકો ઉપર આગળ ચાલે છે, સમાજવાદી પાર્ટી ૨૮ ઉપર, કોંગ્રેસ સાત ઉપર અને આરએલડી બે બેઠકો પર આગળ છે

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ૧૭૦૦૦ મતથી આગળ છે
રાજસ્થાનમાં ભાજપ ૧૩ અને કોંગ્રેસ ૧૨ બેઠકો ઉપર આગળ ચાલે છે અહીં ૨૫ બેઠકો છે
યુપીના અમેઠીથી ભાજપના કેબિનેટ પ્રધાન સ્મૃતિ ઈરાની પાછળ રહી ગયા છે
બિહારમાં ભાજપને મોટો ફાયદો મળ્યો છે ૩૪ બેઠકો ઉપર તેમના ઉમેદવારો આગળ છે
ગુજરાતમાં હવે કોંગ્રેસના બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર સાબરકાંઠાના તુષાર ચૌધરી આણંદના અમિત ચાવડા જામનગરના જેપી મારવિયા પાછળ રહી ગયા છે જ્યારે પાટણમાં ચંદનજી ઠાકોર આગળ છે
જામનગર બેઠક ઉપર પૂનમબેન માડમ ૪૧,૦૦૦ મતે આગળ છે
સવારે ૧૦.૨૫ કલાકે શેરબજારમાં ૪૦૦ પોઈન્ટની રિકવરી સાથે ૧૫૯૦ પોઇન્ટ૫૦૦નો કડાકો છે અને નિફ્ટીમાં ૫૦૦ પોઈન્ટનો કડાકો છે, નીચલા મથાળેથી ૪૦૦ પોઈન્ટની રિકવરી
રાજકોટની પ્રતિષ્ઠાના જંગ સમી બેઠક ઉપર ભાજપના કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા બે લાખથી વધુ મતે આગળ છે,
ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા શ્રી રાજુ ધ્રુવ કહે છે કે રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા પાંચ લાખની લીડથી વિજેતા થશે
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
