News of Tuesday, 4th June 2024
પ્લાસ્ટિક સર્જરીથી માણસ ૨૦ વર્ષ નાનો થઈ ગયો
લોકોએ પૂછયું : આ બંને ખરેખર એક જ વ્યક્તિ છે ?

લંડન, તા.૪: પ્લાસ્ટિક સર્જરીથી વ્યક્તિનો ચહેરો સાવ બદલાઈ જાય એવાં અનેક ઉદાહરણો ઇન્ટરનેટ પર જોવા મળે છે. હાલ ટર્કીના એક માણસનો સર્જરી બાદનો ચહેરો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની વાસ્તવિક ઉંમર કરતાં ૧૦થી ૨૦ વર્ષ નાનો લાગી રહ્યો છે. આ માણસ જાણે એના જૂના ફોટોમાંથી નીકળીને બહાર આવ્યો હોય એવું લાગે છે. આ વ્યક્તિનું નામ માઇકલ છે જેણે ઇસ્તંબુલમાં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. ડૉક્ટરોએ માઇકલ પર ફેસલિફ્ટ, નેકલિફ્ટ, નીચેનાં પોપચાંની બ્લેફેરોપ્લાસ્ટી, અપર બ્લેફેરોપ્લાસ્ટી, બકલ ફેટ રિમૂવલ, રાઇનોપ્લાસ્ટી અને હૅર ટ્રાન્સપ્લાન્ટ જેવી પ્રોસિજર્સ કરીને તેનું અવિશ્વસનીય ટ્રાન્સફર્મેશન કર્યું હતું. હવે માઇકલના ચહેરા પર કોઈ જાતની કરચલી કે ડાર્ક સર્કલ્સ નથી. તેના વાળ વધી ગયા છે, નાક નાનું થઈ ગયું છે અને હોઠ મોટા થઈ ગયા છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ માણસનો પહેલાંનો અને પછીનો ફોટો જોઈને માની નથી શકતા કે આ એક જ વ્યક્તિ છે એટલે જ એક યુઝરે કહ્યું હતું કે ‘મારે આ બન્ને વ્યક્તિના ડેન્ટલ રેકૉર્ડ્સ, ફિંગરપ્રિન્ટ્સ અને બ્લડ રિપોર્ટ જોવા પડશે. ટર્કીમાં આ લોકો જાદુ કરી રહ્યા છે કે શું?'
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
