તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
રાજકોટમાં ભાજપનો જયજયકાર : રૃપાલા ૯૨ હજાર મતે આગળ
સવારે ૧૦ વાગ્યે ૧૧ રાઉન્ડના અંતે રૃપાલાને ૧ લાખ ૪૪ હજાર તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને ૫૨૪૫૪ મતો મળ્યા : મતગણત્રી શાંતિપૂર્ણ ચાલુ : અંદર-બહાર પોલીસના ધાડા : ૨૦૧૪ - ૨૦૧૯ બાદ ફરી રાજકોટ બેઠક ઉપર 'કમળ' ખીલશે : રાજકોટ લોકસભા બેઠક ઉપર અન્ય ૭ ઉમેદવારો ડીપોઝીટ ડૂલ થવા ઉપર આગળ વધી રહ્યા છે : નોટાને ૨૫૦૦ મત મળ્યા

રાજકોટ તા. ૪ : રાજકોટ લોકસભા બેઠકની ગણત્રીનો પ્રારંભ થયો છે, દરેક વિધાનસભા બેઠક દીઠ કાઉન્ટીંગ હોલ ઉભા કરાયા હતા, તો ૧૨૫૦૦થી વધુ પોસ્ટલ બેલેટની ગણત્રી માટે બે કાઉન્ટીંગ હોલ અલગથી ઉભા કરાયા છે.
દરમિયાન કણકોટથી મળતા અહેવાલો મુજબ ૧૧ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૃપાલા સવારે ૧૦ વાગ્યે ૯૨ હજાર મતોથી આગળ છે, તેમને ૧ લાખ ૪૪ હજાર ૩૭૮ મત તથા કોંગ્રેસના પરેશભાઇ ધાનાણીને ૫૨૪૫૪ મતો મળ્યા છે.
આમ, રાજકોટ બેઠક ઉપર ભાજપની હેટ્રીક નિશ્ચિત મનાઇ રહી છે, બે વખત મોહનભાઇ કુંડારીયા વિજયી બન્યા હતા, તો આ વખતે ભારે વિવાદમાં આવી ગયેલા પરસોતમભાઇ રૃપાલા જીત તરફ આગળ વધી ગયા છે, રાજકોટ બેઠક ઉપર ભાજપનો જયજયકાર થયો છે, ૧૧ રાઉન્ડ અંતે રૃપાલા ૯૨ હજાર મતે આગળ છે, અન્ય ૭ ઉમેદવારોને નહિવત મતો મળ્યા છે, થયેલ કુલ મતદાનના ૧૦ ટકા મતો મેળવવા જરૃરી છે, અન્યથા ૨૫ હજારની ડીપોઝીટ ડૂલ થશે, ૭ ઉમેદવારો મત તો ઠીક ડીપોઝીટ ડૂલ તરફ આગળ વધી રહ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે, ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા ૨ લાખ ૪૬ હજાર ૪૨૮ મતે કુંવરજીભાઇ બાવળીયા (કોંગ્રેસ) સામે વિજયી થયા હતા.
જ્યારે ૨૦૧૯માં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા ૩ લાખ ૬૮ હજાર ૪૦૭ મતે કોંગ્રેસના લલીત કગથરાને હરાવી વિજયી થયા હતા. કણકોટ ખાતે જડબેસલાક ત્રીસ્તરીય સુરક્ષા બંદોબસ્ત છે, અંદર - બહાર ચારેબાજુ પોલીસના ધાડા છે, પોસ્ટલ બેલેટના મતોની બે કાઉન્ટીંગ હોલમાં સૌ પ્રથમ ગણત્રી કરાઇ હતી, ત્યારબાદ ઇવીએમને ગણત્રી માટે લઇ જવાયા હતા.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
