તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના એંધાણ
ચુંટણી પરિણામો બાદ એલાન?

નવી દિલ્હી,તા.૪ : લોકસભાની ચૂંટણીના પરિણામથી સ્પષ્ટ થઈ જશે કે દેશની કમાન કોના હાથમાં જશે. જો કે, એક્ઝિટ સરકારના મતે નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર વાપસી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જો મોદી સરકાર પરત ફરે છે તો આવનારા દિવસોમાં ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે. આ દરમિયાન કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવા સમાચાર છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. એવો અંદાજ છે કે નવી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે.
તમને જણાવી દઈએ કે ટોલ ટેક્સમાં ૫્રુ સુધીનો વધારો થયા બાદ સામાન્ય લોકો માટે આ બીજો મોટો આંચકો હોઈ શકે છે. આ ઘટાડો માર્ચમાં થયો હતો, રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ વધારાની જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર ૨નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, આ ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના સંશોધિત ભાવ ૧૫ માર્ચથી લાગુ થઈ ગયા છે. આ નિર્ણય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા લેવામાં આવ્યો હતો અને પેટ્રોલિયમ મંત્રાલયે તેની જાહેરાત કરી હતી. ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડા વચ્ચે સ્થાનિક પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ૩ જૂને સ્થિર રહ્યા હતા. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. તેલ માર્કેટિંગ ક્ષેત્રની અગ્રણી હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનની વેબસાઈટ પર જાહેર કરાયેલા દરો અનુસાર આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં તેમની કિંમતો યથાવત રહેવા સાથે, મુંબઈમાં પેટ્રોલ ૧૦૪.૨૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૨.૧૫ રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મેટ્રોપોલિટન શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ હતા : મેટ્રોપોલિટન પેટ્રોલ ડીઝલ (રૂ. પ્રતિ લિટર) દિલ્હી ૯૪.૭૨ ૮૭.૬૨ મુંબઈ ૧૦૪.૨૧ ૯૨.૧૫ ચેન્નાઈ ૧૦૦.૭૫ ૯૨.૩૪ કોલકાતા ૧૦૩.૯૪ ૯૦.૭૬
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
