<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

૧૧.૨૫ વાગ્યે

રાહુલ ગાંધી વાઈનાડ બેઠક ઉપરથી એક લાખ મતે અને રાયબરેલીની બેઠક ઉપરથી ૬૯ હજાર મતે આગળ છે

ટોચના પાંચ પક્ષો અત્યારે લીડ કરી રહ્યા છે. જેમાં ભાજપ ૨૩૪ બેઠક ઉપર, કોંગ્રેસ ૧૦૦ બેઠક ઉપર,  અખિલેશનો સમાજવાદી પક્ષ ૩૪ બેઠક ઉપર, મમતા બેનર્જીનો તૃણમૂલ કોંગ્રેસ ૨૮ બેઠક ઉપર અને સ્ટાલીનનો ડીએમકે પક્ષ ૧૯ બેઠકો ઉપર આગળ છે

રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસના પરેશ ધાનાણીએ ભાજપના રૂપાલાજી સાથે હાથ મેળવી જીતના અભિનંદન આપી દીધા છે, રૂપાલાજી ત્રણ લાખથી વધુ મતે આગળ છે

પોરબંદર બેઠક ઉપર ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા બે લાખ મતથી આગળ છે

ભાજપનો એનડીએ પક્ષ મોરચો ૨૯૨ અને ઇન્ડિયા મોરચો ૨૩૧ બેઠક ઉપર આગળ છે

દસ વર્ષમાં પ્રથમ વખત કોંગ્રેસ ૧૦૦ બેઠકો પાર કરી ગયેલ છે

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધન ૨૬ બેઠકો ઉપર અને ભાજપ ગઠબંધન ૨૧ બેઠકો ઉપર આગળ છે

ગુજરાતમાં કમલમ ખાતે ભાજપના વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ છે

ગાંધીનગર બેઠક ઉપર કોંગ્રેસના સોનલ પટેલે હાર સ્વીકારી ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહને અભિનંદન આપી દીધા છે

(11:32 AM IST)