<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા-ર વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપનો જયજયકાર

રાજકોટના અગ્નિકાંડના કારણે વિજય ઉત્સવ નહી ઉજવાય : જામનગરમાં પૂનમબેન માડમ, જુનાગઢ ગીર સોમનાથમાં રાજેશ ચુડાસમા, અમરેલીમાં ભરત સુતરીયા ભાવનગર - બોટાદમાં નીમુબેન બંાભણીયા, કચ્છ-મોરબીમાં વિનોદ ચાવડા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઇ શિહોરા, પોરબંદરમાં મનસુખ માંડવીયા વિજય તરફઃ વિધાનસભા પેટા ચુંટણીમાં માણાવદરમાં અરવિંદ લાડાણી, પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડીયા આગળ

રાજકોટ તા. ૪ : સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા બેઠક ઉપર તેમજ વિધાનસભાની ર પેટા ચૂંટણીમાં ભાજપનો જય... જયકાર થઇ રહ્યો છે. અને પ્રારંભથી જ ભાજપના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યા છે. અને ભાજપના આગેવાનો, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઇ રહ્યો છે. જો કે આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટના અગ્નિકાંડનો કારણે વિજય ઉત્સવ ભાજપ દ્વારા ઉજવવામાં નહી આવે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ :.. જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ૪૧૪૧૭ મતથી આગળ છે.

જયારે કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ  જે. પી. મારવીયા પાછળ ચાલી રહ્યા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર લોકસભાના ઉમેદવાર બાંભણીયા પાંચ રાઉન્ડના અંતે ૬૦ હજારથી વધુ મતની લીડ ધરાવે છે. આપના ઉમેશભાઇ મકવાણા પહેલા રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા છે.

જુનાગઢ

જૂનાગઢઃ ૧૩ -જૂનાગઢ સંસદીય મતવિસ્તારની મતગણતરીનો આરંભ આજરોજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ કૃષિ યુનિવર્સિટી ખાતે  ઓબ્ઝર્વરશ્રીઑ, જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનીલ રાણાવસિયા, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચોધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ, તેમજ મદદનીશ રીટનિંગ ઓફિસરશ્રીઓની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં થયો હતો.

સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી . ત્યારબાદ ૧૩ જુનાગઢ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૭ વિધાનસભાનાં સાત હોલ ખાતેનાં કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ઉમેદવારો, વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રી, ચૂંટણી એજન્ટો વગેરેની ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત હેલ્પ ડેસ્ક, મીડિયા સેન્ટર, સીસીટીવી ઇલેકશન બ્રાન્ચ, પબ્લિક કોમ્યુનિકેશન રૃમ, એનઆઇસી કંટ્રોલરૃમ વગેરેમાં પણ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી    ની કામગીરીની આનુસંગિક પ્રક્રિયા થઈ રહી છે.રાજેશ ચુડાસમા ૩પર૬૮ મતથી આગળ છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરીયા ૬પર૬૪ મતથી આગળ છે.

ભૂજ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ : કચ્છ-મોરબી લોસભા બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ર૬ હજાર મતથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા આગળ છે.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્દ્રનગર શહેરમાં મતગણતરી સવારે ૮ વાગ્યાથી શરૃ થઇ છે ત્યારે ભાજપના ઉમેદવાર આગળ હોવાનું અને કોંગ્રેસના ઉમેદવાર ચંદુભાઇ શિહોર પાછળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ૧૩૮પ૩૬ ભાજપના ઉમેદવાર, ૮૪૧૯૩ કોંગ્રેસના ઉમેદવાર પ૪૩૪૩ મતે ભાજપના ઉમેદવાર આગળ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :. માણાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણી આગળ છે.

પોરબંદર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા ૧૦૬૭પ મતથી આગળ છે.

(3:47 PM IST)