News of Tuesday, 4th June 2024
સવારે ૧૧.૩૪ વાગ્યે
રાજસ્થાનની લોકસભાની ૨૫ બેઠકમાંથી છેલ્લા અહેવાલ મુજબ ભાજપ ૧૩ બેઠક ઉપર અને કોંગ્રેસ ૯ બેઠક ઉપર આગળ છે ત્રણ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો આગળ છે. ૨૦૧૯ ની ચૂંટણીમાં રાજસ્થાનમાં તમામ ૨૫ બેઠકો ભાજપે કબજે કરી હતી

બપોરે ૧૧.૩૦ વાગે મળતા અહેવાલો મુજબ પંજાબમાં હજી સુધી ભાજપ પોતાનું ખાતું ખોલી શકેલ નથી, એક પણ બેઠક ઉપર તેના ઉમેદવારો આગળ નથી.
તામિલનાડુમાં ૩૯ બેઠકોમાંથી ૩૮ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, એક બેઠક ઉપર ભાજપ આગળ ચાલે છે
જામનગરમાં ભાજપના પૂનમબેન માડમ ૧.૧૭ લાખ મતથી આગળ છે, તેઓ સતત ત્રીજી વખત સાંસદ બનશે
૧૧.૨૮ કલાકે શેરબજાર ૩૫૦૯ પોઇન્ટ અને નિફ્ટી ૧૨૦૦ પોઇન્ટ તૂટેલું છે
વારાણસી બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૫૭ મતની લીડ થી આગળ છે
ઝારખંડમાં કુલ ૧૪ માંથી;ભાજપ આઠ અને કોંગ્રેસ છ બેઠકો ઉપર આગળ છે
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
