<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સવારે ૧૧.૪૬ વાગ્યે

૧૧.૪૦ વાગ્યે ભાજપનો એનડીએ મોરચો સતત ૨૯૪ બેઠકો ઉપર, કોંગ્રેસનો ઇન્ડિયા મોરચો ૨૩૦ બેઠકો ઉપર અને અન્ય પક્ષો ૨૦ બેઠકો ઉપર આગળ ચાલી રહેલ છે. જેમાં ભાજપ ૨૪૧ અને કોંગ્રેસ ૯૭ બેઠક ઉપર આગળ છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૭૧૦૦૦ મતે વારાણસી બેઠક ઉપર આગળ છે

દિલ્હીની તમામ ૭ બેઠકો ઉપર ૧૧.૪૬ મિનિટે ભાજપના ઉમેદવારો આગળ છે

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પાંચ લાખથી વધુ મતોની જંગી લીડથી આગળ છે

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આશ્ચર્યજનક ઘટના બની છે અને ભાજપ પછી બીજા નંબરે નોટાને ૯૪૦૦૦ મત મળ્યા છે. અહીં ભાજપે કોંગ્રેસના ઉમેદવાર પાસે ઉમેદવારી પત્ર પાછું ખેંચાવતા કોંગ્રેસે નોટાને મત આપવાનું અભિયાન ચલાવ્યું હતું.

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપર કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની લગાતાર પાછળ ચાલી રહ્યા છે અને ૧૧.૪૦ કલાકે તેઓ ૩૫,૦૦૦ થી વધુ મતે પાછળ રહી ગયા છે 

 

કોંગ્રેસના ગઢ ગણાતા કેરળમાં પ્રથમ વખત ભાજપ ગઠબંધન બે બેઠક ઉપર આગળ ચાલે છે

(11:49 AM IST)