તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
બપોરે ૧૨.૧૩ કલાકે
શેરબજારમાં ભયાનક કડાકો: બપોરે ૧૨.૧૩ કલાકે સેન્સેક્સ ૫૬૦૦ પોઇન્ટ તૂટેલ છે, જ્યારે નિફ્ટીમાં ૧૭૦૦ પોઇન્ટનો કડાકો છે. ગુજરાતના રોકાણકારોનું મોટા પાયે ધોવાણ થયું છે.

છેલ્લા અહેવાલ મુજબ એનડીએ ૨૮૮ બેઠક ઉપર અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન ૨૩૨ બેઠકો ઉપર આગળ છે
પાંચ વખત વિજેતા થયેલા ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક પાછળ રહી ગયા છે
ગુજરાતમાં બનાસકાંઠામાં ફરી ઉલટફેર સર્જાયો છે અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ૨૧૦૦ મતથી આગળ છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક ઉપર ૪૫,૯૦૫ મતે પાછળ છે
ઉત્તર પ્રદેશમાં ૮૦ બેઠકમાંથી ભાજપનો એનડીએ મોરચો ૩૬ બેઠક ઉપર અને સમાજવાદી પક્ષ અને કોંગ્રેસનું ગઠબંધન ૪૩ બેઠક ઉપર આગળ છે. એક બેઠક ઉપર અન્ય પક્ષના ઉમેદવાર આગળ છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
