<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

બપોરે ૧.૦૭ મિનિટે

બપોરે ૨.૦૭ કલાકે શેર બજારમાં સેન્સેક્સ થોડો સુધરીને ૪૫૦૦ પોઇન્ટ તુટ્યો છે જ્યારે નિફ્ટી ૧૫૦૦ પોઇન્ટ તુટેલ છે. સેન્સેક્સ અત્યારે ૭૧૯૫૦ અને નિફ્ટી ૨૧૯૦૦ ઉપર છે

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ ઇન્ડિયા ગઠબંધનને ટેકો આપશે. જ્યારે નીતીશ કુમારના જનતા દળ યુ એ કહ્યું છે કે તેઓ ભાજપ સાથે રહેશે.

ભાજપની ત્રણ ધરખમ ગજાની મહિલાઓ સ્મૃતિ ઈરાની ૪૫,૦૦૦ મતથી, નવનીત રાણા ૮,૦૦૦ મતથી અને માધવી લતા ૪૬,૦૦૦ મતથી પાછળ છે. આ ઉપરાંત મેનકા ગાંધી પણ પાછળ ચાલી રહ્યા છે.

રસાકસી ભર્યા પરિણામ વચ્ચે ૨૧ બેઠકો નિર્ણાયક રહેશે. જેમાં નીતિશ કુમારના જેડીયુ પક્ષની ૧૫ બેઠકો, નવીન પટનાયકના બીજેડી પક્ષની ત્રણ બેઠકો અને વાયએસઆર કોંગ્રેસની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ૩૨ અને ભાજપ ૧૦ બેઠક ઉપર આગળ છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપનો એનડીએ ૩૭ બેઠક ઉપર અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન ૪૧ બેઠક ઉપર આગળ છે

બપોરે ૧૨.૫૦ કલાકે સેન્સેક્સ રિકવર થઈ ૪૩૦૦ પોઇન્ટ ડાઉન છે અને નિફ્ટી ૧૪૦૦ પોઇન્ટ ડાઉન છે

વારાણસીમાં નરેન્દ્રભાઈ ૮૭ હજાર મતે અને ગાંધીનગર બેઠક ઉપર અમિતભાઈ શાહ ૧૭ મા રાઉન્ડના અંતે ૬.૬૫ લાખ મતથી આગળ નીકળવા સાથે સુરતની બેઠક પછી ગુજરાતમાં બીજા ઉમેદવાર ભાજપના વિજેતા જાહેર થયા છે

દીવ દમણ ની બેઠક ભાજપના હાથમાંથી ચાલી ગઈ છે, અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ નો વિજય થયો.

પોરબંદરની બેઠક ઉપર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ૧૨ રાઉન્ડ પૂરા થયા ત્યારે ૨.૪૬ લાખ મતોથી આગળ હતા.

બનાસકાંઠા બેઠક ઉપર ભારે રસાકસી ચાલી રહી છે, ખૂબ જ પાછળ રહ્યા પછી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ૧૪૬૩ મતે આગળ છે

માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અરવિંદભાઈ લાડાણી ખૂબ જ આગળ નીકળી ગયા છે જીત નિશ્ચિત.

પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા ૧.૧૬ લાખથી વધુ મતોથી જીતી ગયા છે.

વિજાપુર વિધાનસભાની બેઠક ઉપર યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના સીજે ચાવડા વિજેતા જાહેર થયા.

ઇન્દોરમાં નોટાએ આશ્ચર્ય સર્જ્યું છે અને છેલ્લા અહેવાલ મુજબ ૧ લાખથી વધુ મતદારોએ મોટામાં મત આપ્યા છે

રાહુલ ગાંધી યુપીની રાય બરેલી બેઠક ઉપર ૧.૭૩ લાખની જંગી લીડ થી આગળ છે.

વડાપ્રધાનશ્રીના કાર્યાલય (પીએમઓ)ના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાના પુત્ર અને ભાજપના ઉમેદવાર સાકેત મિશ્રા યુપીની શ્રવસ્તી બેઠક ઉપર ૩૦,૦૦૦ મતે પાછળ છે.

રાજકોટની બેઠક ઉપર ભાજપના પુરુષોત્તમભાઈ રૂપાલા ૩.૨૫ લાખ મતે આગળ છે.

 

પોરબંદરની બેઠક ઉપર ભાજપના મનસુખભાઈ માંડવીયા ૧.૯૨ લાખ મતથી આગળ છે

(1:18 PM IST)