<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

લોકસભા ચૂંટણી રોમાંચક:NDAએ ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કર્યો: ઇન્ડિયા એલાયન્સ પણ 200 પ્લસ

NDA 285 સીટો પર આગળ હતું. INDI એલાયન્સ લગભગ 235 સીટો પર આગળ

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીના શરૂઆતી વલણોએ સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોવાથી દેશભરની 543 લોકસભા બેઠકોમાંથી 542 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. અત્યારે સવારે 8 થી 11 વાગ્યા સુધીના ટ્રેન્ડને કારણે દેશના હૃદયના ધબકારા ઝડપી છે. જો કે 11 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં NDAને બહુમતી મળી ગઈ છે, પરંતુ INDI ગઠબંધન પણ 200નો આંકડો પાર કરી ગયો છે. આ કારણે સરકાર બનાવવા માટે NDA અને INDI ગઠબંધન વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે

  . ચૂંટણી પંચના આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપને 235 સીટો પર લીડ મળી હતી. જો કે કોંગ્રેસ પાર્ટી બીજા નંબર પર ચાલી રહી છે. કોંગ્રેસે 99 સીટો પર લીડ મેળવી છે. જો કે, ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનએ મંગળવારે 543 બેઠકો માટે ઉપલબ્ધ વલણોમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. બપોરે 12 વાગ્યા સુધી NDA 285 સીટો પર આગળ હતું. INDI એલાયન્સ લગભગ 235 સીટો પર આગળ છે. એક્ઝિટ પોલના અંદાજ કરતાં અત્યાર સુધી વિપક્ષી પાર્ટીઓની કામગીરી ઘણી સારી દેખાઈ રહી છે.

(1:25 PM IST)