<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

યુપીમાં ભાજપના સુપડા સાફ સપાનો વિજય વાવટો

બીજેપી ૩૧ : સપા ૩૮ : કોંગ્રેસ ૮

નવી દિલ્‍હી તા. ૪ : ઉત્તર પ્રદેશમાં સપા અને ભાજપ વચ્‍ચે નજીકની સ્‍પર્ધા ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીએ ૩૮ બેઠકો પર જીત મેળવી છે. જયારે ભાજપના સુપડા સાફ થયા છે. બીજેપીને ૩૦ બેઠક મળી છે. જયારે કોંગ્રેસને ૮ બેઠકો મળી છે.

ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો પર વલણો ઉભરાવા લાગ્‍યા છે. આ વલણોમાં, કોંગ્રેસ યુપીમાં સારૂં પ્રદર્શન કરી રહી છે. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં, તે બે આંકડા સુધી પહોંચવા માટે ઝંખતી હતી. આ વખતે અત્‍યાર સુધીમાં તેઓ ૭ સીટો પર સારી લીડ જાળવી રહ્યા છે.સપા અને ભાજપ વચ્‍ચે ગાઢ મુકાબલો થયો છે.

ઇમરાન મસૂદ સહારનપુરમાં, કુંવર દાનિશ અલી અમરોહામાં, રાકેશ રાઠોડ સીતાપુરમાં, રાહુલ ગાંધી રાયબરેલીમાં, કિશોરી લાલ અમેઠીમાં, ઉજ્જવલ રમણ સિંહ અલ્‍હાબાદમાં અને તનુજ પુનિયા બારાબંકી સીટ પર આગળ ચાલી રહ્યા છે.

રાયબરેલી સીટની વાત કરીએ તો અહીં ભાજપે રાહુલ ગાંધી સામે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ યોગી સરકારમાં મંત્રી પણ છે. ૨૦૧૯ની ચૂંટણીમાં તેમને સોનિયા ગાંધીના હાથે હારનો સામનો કરવો પડ્‍યો હતો. પરંતુ આ વખતે તેમને રાહુલ ગાંધી સાથે સ્‍પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.

(3:02 PM IST)