તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
રાયબરેલી સીટ પર કોંગ્રેસનો દબદબો : રાહુલ ગાંધીની જીત
ભાજપના ઉમેદવારે હાર સ્વીકારી લીધી

રાયબરેલી, તા.૪: યૂપીની હાઈ પ્રોફાઈલ લોકસભા સીટોમાંથી એક રાયબરેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જીત તરફ આગળ વધી રહ્યા છે. ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે પોતાની હાર સ્વીકાર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, તેમને રાયબરેલી માટે કામ કર્યું છે. રાહુલ ગાંધીનો એક લાખથી વધારે વોટથી આગળ ચાલી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો એનડીએને ઉત્તર પ્રદેશમાં લાગતો જોવા મળી રહ્યો છે.
લોકસભા ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો, ઉત્તરપ્રદેશની એક સીટ જેને લઈને પોલિટિકલ એક્સપર્ટ ચર્ચા કરી રહ્યા છે, તે છે રાયબરેલી છે. ચૂંટણીના શરુઆતમાં રાહુલ ગાંધી અમેઠી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના રાયબરેલીથી ચૂંટણી સમયરમાં ઉતરવાની ચર્ચા હતી. કેરલની વાયનાડ લોકસભા સીટથી ચૂંટણી લડ્યા બાદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં પહોંચ્યા અને ફરી જાહેર થઈ કે તેઓ પોતાની માતાજી સોનિયા ગાંધીની છોડેલી સીટ રાયબરેલીથી ચૂંટણી લડશે. કોઈ પણ એક્ઝિટ પોલમાં આ વાતની શંકા નહોતી જાહેર કરી કે, તેઓ હારી રહ્યા છે. પણ સૌ કોઈ જાણવા માગે છે કે, તે કેટલા વોટથી જીતી રહ્યા છે.
હકીકતમાં જોઈએ તો, અમેઠી અને રાયબરેલી સીટનો સીધો નાતો ગાંધી પરિવાર સાથે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તે સમયે ગાંધી પરિવારને ઝટકો મળ્યો, જ્યારે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી ગયા. હારનુ અંતર પણ લગભગ ૫૫ હજાર વોટથી હતું. તેથી આ વખતે સ્મળતિ ઈરાની વિરુદ્ધ અમેઠી લોકસભા સીટ પર કોંગ્રસે ગાંધી પરિવારની જગ્યાએ એ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા, જે દાયકાથી ચૂંટણી મેનેજમેન્ટનું કામ કરતા હતા. કિશોરી લાલ શર્મા અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે, કારણ સ્પષ્ટ છે કે, કિશોરી લાલ જીતે તો કોંગ્રેસ એ મેસેજ આપશે કે અમેઠીમાં અમે ગાંધી પરિવાર ઉપરાંત કોઈને પણ ઊભા રાખીને જીતાડી શકીએ છીએ.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
