<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

દુનિયાભરમાં ભૂરી આંખોવાળા લોકોના પૂર્વજો કદાચ સમાન હશે

નવા રિસર્ચમાં કરાયો દાવોઃ ૬ થી ૧૦ હજાર વર્ષ પહેલાના જીવન મ્‍યુટેશનની કરાઇ ઓળખ

કોપનહેગન,તા.૪: આંખોના રંગનો સંબંધ શું વંશ સાથે હોઇ શકે? શું એક જ રંગની આંખો વાળાના પૂર્વજો સમાન હોય શકે? આ સવાલો અત્‍યાર સુધી એક  પહેલી બની ગયા હતા.એક નવા રિસર્ચમાં દાવો કરવામાં આવ્‍યો છે કે દુનિયામાં ભૂરી આંખો વાળા બધા લોકોના પૂર્વજો સમાન હોઇ શકે છે.

ડેન્‍માર્કની કોપન હેગન યુનિવર્સિટીમાં સેલ્‍યુલર એન્‍ડ મોલેક્‍યુલર વિભાગના પ્રોફેસર હાંસ ઇબર્ગની આગેવાનીમાં થયેલ રિસર્ચમાં  ૬ થી ૧૦ હજાર વર્ષ પહેલાના જીન મ્‍યુટેશનની ઓળખ કરાઇ હતી. રિસર્ચરોનું કહેવું છે કે આ મ્‍યુટેશનના કારણે મનુષ્‍યોમાં ભૂરી આંખો આવી. આ મ્‍યુટેશને ઓસીએ-૨ જીનમાં ફેરફાર કર્યો.

રિસર્ચમાં મુખ્‍ય લેખક હાંસ ઇબર્ગનું કહેવું છે કે ઓસીએ-૨ જીન લોકોમાં આંખોના રંગમાં ભિન્‍નતા સાથે સંકળાયેલો છે. જીનના સંસ્‍કરણોના આઇરીસમાં મેલેનીનની માત્રા અને વિતરણ પર અસર કરવાના કારણે આંખોનો રંગ બ્‍લુ અથવા ભૂરો થઇ શકે છે.

(3:23 PM IST)